મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામે જુગાર રમતા 6 શખ્સ ઝડપાયા


SHARE







મોરબીના મકનસર ગામે જુગાર રમતા 6 શખ્સ ઝડપાયા

મોરબીના મકનસર ગામે ખુલ્લા પ્લોટમાં જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપર જુગાર રમતા 6 શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે 11,150 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી તાલુકાના મકનસર ગામે બહુચર પાનની પાછળના ભાગમાં ખુલ્લા પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ધીરુભાઈ ભવનભાઈ થરેશા (47), મહેશભાઈ ધીરુભાઈ દેગામા (28), જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતેનભાઈ નરસીભાઈ થરેસા (26), ચેતનભાઇ ચંદુલાલ ઘાટલિયા (30), જેન્તીભાઈ પરસોતમભાઈ ઝિંઝવાડીયા (45) અને વિજયભાઈ જગમાલભાઈ થરેસા (32) રહે. બધા મકાનસર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 11,150 ની રોકડ કબજે કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વરલી જુગાર

વાંકાનેરના મિલ પ્લોટ ડબલ ચાલીના નાકા પાસે વરલી જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા નરેશ પ્રેમજીભાઈ બાવળીયા (40) રહે. ડબલ ચાલી મીલ પ્લોટ વાંકાનેર વાળો મળી આવતા પોલીસે તેની પાસેથી 2220 ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સીટ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News