મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટમાં પાણી બાબતે આધેડ ઉપર ધોકા અને ધારિયા વડે હુમલો: બે સામે ફરિયાદ


SHARE









મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટમાં પાણી બાબતે આધેડ ઉપર ધોકા અને ધારિયા વડે હુમલો: બે સામે ફરિયાદ

મોરબીમાં આવેલ રામપ્રસાદ એપાર્ટમેન્ટમાં રહેતા વ્યક્તિના ઘરે પાણી આવતું ન હતું ત્યારે એપાર્ટમેન્ટમાં રહેતા આધેડે તેને પાણી આવશે ત્યારે બધાના ઘરે આવશે તેવું કહ્યું હતું જે બાબતનો ખાર રાખીને આધેડની સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને તેને માથાના ભાગે લાકડાના ધોકા મારીને તેમજ ધારિયા જેવુ હથિયાર પેટ અને હાથના ભાગે મારીને ઇજા કરી હતી જેથી ઇજાગ્રસ્ત આધેડને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ તેઓએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના રવાપર ગામ નજીક રવાપર રેસીડેન્સી સામે આવેલ ધર્મ ભક્તિ સોસાયટીમાં રામપ્રસાદ એપાર્ટમેન્ટના ત્રીજા માળે રહેતા રમેશભાઈ ત્રીકમજીભાઇ શેરસીયા (57) એ હાલમાં સંજયભાઈ મોતીભાઈ રાજપરા અને મોતીભાઈ રાજપરા રહે. બંને રામપ્રસાદ એપાર્ટમેન્ટ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે.જેમાં જણાવ્યું છે કે સંજયભાઈના ઘરે પાણી આવતું ન હતું જેથી ફરિયાદીએ પાણી આવશે ત્યારે બધાના ઘરે આવશે તેવું કહ્યું હતું.જે આરોપીઓને સારું નહીં લાગતા એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ફરિયાદી સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ રાત્રિના સમયે એપાર્ટમેન્ટની બહારના ભાગમાં શેરીમાં ફરિયાદી ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરીને સંજયભાઈએ ધોકાના ત્રણ ઘા ફરિયાદીને માથામાં માર્યા હતા.જ્યારે મોતીભાઈએ ધારિયા જેવું હથિયાર ફરિયાદીને હાથ અને પેટમાં માર્યું હતું અને ઈજા કરી હતી.તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જેથી ભોગ બનેલા આધેડને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ તેઓએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.




Latest News