મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના દલડી ગામે બહેન સાથે વાસણ ધોવા બાબતે બોલાચાલી થતાં સગીરાએ કર્યો આપઘાત: મોરબીના ઘૂટું નજીક કારખાનાના કવાર્ટરમાં યુવાને ગળાફાંસો ખાધો


SHARE









વાંકાનેરના દલડી ગામે બહેન સાથે વાસણ ધોવા બાબતે બોલાચાલી થતાં સગીરાએ કર્યો આપઘાત: મોરબીના ઘૂટું નજીક કારખાનાના કવાર્ટરમાં યુવાને ગળાફાંસો ખાધો

વાંકાનેરના દલડી ગામની સીમમાં આવેલ કારખાનાના કવાર્ટરમાં રહેતા શ્રમિકની મોટી દીકરીને વાસણ ધોવા બાબતે નાની દીકરી સાથે બોલાચાલી થઈ હતી.જે બાબતે તેને લાગી આવતા સગીરાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જ્યારે મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનાના કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા શ્રમિકે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજયું હતું જે બંને બનાવની સ્થાનિક પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
 

મૂળ એમપીના રહેવાસી અને હાલમાં વાંકાનેરના દલડી ગામની સીમમાં આવેલ કોલીટી મીનરલ્સના નામના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા સમરિયા જોગડીયાભાઈ નીનામા (41) ની 17 વર્ષની દીકરી શિવાનીબેન નીનામાએ પોતાની જાતે ઓરડીની અંદર દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું.ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક સગીરાના પિતાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી.વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક શિવાનીબેનને તેની નાના બહેન સાથે વાસણ ધોવા બાબતે બોલાચાલી થઈ હતી જે બાબતે શિવાનીને માઠું લાગતા તેણે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે.

મોરબીના ઘુટુ ગામની સીમમાં આવેલ ઓરટોન બાથવેર એલએલપી નામના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા છોટુ બર્જલાલ મૌર્ય (21) નામના યુવાને પોતાના લેબર કવાર્ટરની અંદર કોઈપણ કારણોસર પ્લાસ્ટિકની દોરી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો.જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબીના આલાપ રોડ ઉપર આવેલ અંજની પાર્ક સોસાયટીમાં રહેતા ધવલભાઇ રાંકજા (30) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાને ક્યાં કારણોસર અપઘાત કર્યો છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.




Latest News