મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીના પોલો સર્કલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બીજા યુવાનનું પણ મોત


SHARE







મોરબીના પોલો સર્કલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બીજા યુવાનનું પણ મોત

મોરબીના બેલા ગામ નજીક આવેલ પોલો સર્કલ પાસે ડબલ સવારી બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં એક યુવાનોનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને મૃતક યુવાનના સાળાને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે રાજકોટ સુધી લઈને ગયા હતા જો કે, સરવર કારગત ન વિવાદતા તેનું પણ સારવારમાં મોત નીપજયું છે જેથી આ બનાવની તાલુકા પોલીસ નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના લક્ષ્મીનગર ગામે રહેતા રાજુભાઈ દિલીપભાઈ અજનાર (26) નામનો યુવાન તેના સાળા શીવાભાઈ રાધેશ્યામ રાવત (25)ની સાથે બાઈક નંબર જીજે ઇ એન 7932 ઉપર મોરબી તાલુકાના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન મંદિર તરફ જવાના રસ્તા ઉપર આવેલ પોલો સર્કલ પાસેથી થોડા દિવસ પહેલા પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના ડબલ સવારી બાઇકને કોઈ ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં રાજુભાઈ અજનારનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જ્યારે મૃતકના સાળા શીવાભાઈ રાવતને ગંભીર ઇજાઓ થઇ હોવાથી તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં સારવાર દરમ્યાના હાલમાં તેનું પણ મોત  નીપજયું છે આમ અકસ્માતના આ બનાવમાં સાળા અને બનેવીનું મોત નીપજયું છે જેથી અગાઉ મૃતક યુવાનના મિત્ર કરણભાઈ ઉર્ફે કાળુ કાંતિભાઈ સોલંકી (22)એ ટ્રક નંબર જીજે 39 ટી 7838 ના ચાલક સામે ફરિયાદ કરી હતી તેમાં પોલીસે આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરેલ છે






Latest News