મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

ભારે કરી: મોરબીમાં અકાળે પ્રેમ પાંગરતા ઘરેથી ભાગી ગયેલ પરિણીતાએ તેના બનેવી સાથે કર્યો આપઘાતનો પ્રયાસ


SHARE









ભારે કરી: મોરબીમાં અકાળે પ્રેમ પાંગરતા ઘરેથી ભાગી ગયેલ પરિણીતાએ તેના બનેવી સાથે કર્યો આપઘાતનો પ્રયાસ

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ નળિયાના કારખાનામાં રહેતી પરણીતા ગુમ થઈ હતી જેથી ગુમ થઈ ગયેલ મહિલાને પોલીસ અને પરિવારના લોકો શોધી રહ્યા હતા દરમિયાન પરણીતાએ તેના બનેવી સાથે નદીના પટ પાસે ઝાડની ડાળી સાથે ગળાફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હોય બંનેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને મહિલાને તેના બનેવી સાથે પ્રેમ સંબંધ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેની પોલીસે નોંધ કરીને આગળની રાબતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

હાલમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મોરબીમાં મચ્છુ નદીના ઝાડની ડાળી સાથે રવિભાઈ ધીરુભાઈ વાલાણી (27) રહે. લીલાપર રોડ મોરબી તથા ભાવનાબેન લક્ષ્મણભાઈ બારૈયા (23) રહે. લીલાપર રોડ મોરબી વાળાએ ગળાફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો જેથી તે બંનેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને પ્રાથમિક તપાસ દરમિયાન ભાવનાબેન બારૈયા પોતાના ઘરેથી ગુમ થઈ ગયા હતા જેથી તેના પરિવારજનો શોધી રહયા હતા અને તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુમસુધા ફરિયાદ પણ આપવામાં આવી હતી જેથી પોલીસ પણ મહિલાને શોધી રહી હતી તેવામાં ભાવનાબેન અને રવિ વાલાણીએ સાથે આપઘાતનો પ્રયાસ કર્યો હોય રવિ વાલાણીને પ્રાથમીક સારવાર મોરબીમાં આપવામાં આવ્યા બાદ તેને રાજકોટ ખાતે સારવાર માટે લઈ જવામાં આવેલ છે અને ભાવનાબેનને તેના બનેવી સાથે પ્રેમ સંબંધ હોવાથી બંનેએ એકસાથે આપઘાત કરવા માટેનો પ્રયાસ કર્યો હતો જે અંગેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

3 બોટલ દારૂ
મોરબીના સનાળા રોડ ઉપર ઉમિયા સર્કલ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની નાની ત્રણ બોટલ મળી આવી હતી જેથી પોલીસે 360 રૂપિયાની કિંમતના દારૂના જથ્થા સાથે ચિરાગ ગણપતભાઈ ગામી (32) રહે. સનાળા બાયપાસ કિંગ પેલેસ એપાર્ટમેન્ટ મોરબી વાળાને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

અકસ્માતમાં ઇજા
મોરબીના બગથળા ગામે રહેતા રંજનબેન પ્રવીણભાઈ ચાવડા (46) નામના મહિલાને ટંકારાના બ્રિજ પાસે અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News