મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી


SHARE







મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી

મોરબીના જુના સાદૂળકા ગામની સીમમાં આવેલ કારખાના પાસે યુવાને તેનું બાઇક પાર્ક કરીને મૂક્યું હતું જે 70 હજાર રૂપિયાની કિંમતના બાઈકની ચોરી કરવામાં આવેલ હોય ભોગ બનેલા યુવાને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ આપતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ એમપીના રહેવાસી અને હાલમાં મોરબીના જુના સાદૂળકા ગામની સીમમાં આવેલ લેમીકોન વુડલેન્ડ કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા ખીમરાજભાઈ મેડા (32)એ અજાણ્યા શખ્સની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ આપી છે જેમાં જણાવ્યુ છે કે, કારખાનાના બહારના ભાગમાં તેઓએ પોતાનું બાઈક નંબર એમપી 45 ઝેડ 1885 પાર્ક કરીને મૂક્યું હતું જે 70 હજાર રૂપિયાની કિંમતનું બાઈક ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મારામારીમાં ઇજા

મોરબીની માળિયા સોસાયટીમાં રહેતા કમલેશભાઈ હીરાભાઈ બારોટ (26) ગામના યુવાનને મારામારીના બનાવમાં છરી અને ધોકા વડે મારમારીને ઇજા કરવામાં આવી હતી જેથી કરીને ઈજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

મારામારીમાં ઇજા

મોરબીમાં ભડીયાદ કાંટા પાસે રહેતા નરેશભાઈ ખોડાભાઈ સોમાણી (38) નામના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થઇ હોવાથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને બનાવની બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News