મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત


SHARE









મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ ઇ-ટાઇલ્સ નામના કારખાનાના કવાર્ટરની અંદર રહેતા અને મજૂરી કામ કરતા યુવાનને ઝેરી સાપ કરડી ગયો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

મોરબીના જેતપર રોડ ઉપર ગાળા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ ઇ-ટાઇલ્સ કંપનીના લેબર કવાર્ટરની અંદર રહેતા અને મજૂરી કામ કરતા સરોજભાઈ નગીનભાઈ યાદવ (25) નામનો યુવાન લેબર કવાર્ટરની અંદર હતો ત્યારે રાત્રિના દોઢેક વાગ્યાના અરસામાં તેને ઝેરી સાપ કરડી ગયો હતો જેથી તે યુવાનનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને મનોજભાઈ મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીમાં નવા બસ સ્ટેશન નજીક હંસાબેન દિનેશભાઈ મકવાણા (44) રહે. લાયન્સનગર તથા શારદાબેન પરમાર (55) રહે. સબ જેલ સામે મોરબી વાળાને તેઓ સફાઈ કામ કરી રહ્યા હતા ત્યારે અજાણી રિક્ષાના ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલ બંને મહિલાઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી




Latest News