મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ


SHARE









મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ

મોરબીના ઉમિયાનગર વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરી ઘરેથી દુકાને વસ્તુ લેવા માટે નીકળી હતી અને ત્યારબાદ તે ઘરે પરત આવી ન હતી જેથી હાલમાં ગુમ થયેલ સગીરાના પિતાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અપહરણની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીમાં સોઓરડીની પાછળના ભાગમાં આવેલ ઉમિયાનગર વિસ્તારમાં રહેતા યુવાને અજાણ્યા શખ્સની સામે અપહરણની ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે ગત તા.3/7 ના રોજ સાંજના 7:30 વાગ્યાના અરસામાં તેઓની 15 વર્ષની દીકરી ઘરેથી દુકાને વસ્તુ લેવા માટે થઈને ગઈ હતી.ત્યારબાદ તે ઘરે પરત આવી ન હતી.જેથી તેને પરિવાર દ્વારા શોધવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.પરંતુ તે મળી ન આવતા હાલમાં પોલીસ સ્ટેશન ખાતે સગીરાનું અપહરણ થયું હોવાનું ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ માફાતિયાપરામાં રહેતા સંદીપ હરજીભાઈ સનુરા (38) નામના યુવાનને કાંતિનગરના ઢાળિયા પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

મારામારીમાં ઇજા

મોરબીના રવાપર રોડ ઉપર રહેતા રાજેશભાઈ ગોપાલદાસ બુદ્ધદેવ (52) નામના આધેડને મહારાણા પ્રતાપ સર્કલ પાસે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News