વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં થયેલ સોની વેપારીની હત્યાના કેસમાં સ્પેશ્યલ પીપી તરીકે વિજયભાઈ જાનીની નિમણૂક કરાઇ


SHARE





મોરબીમાં થયેલ સોની વેપારીની હત્યાના કેસમાં સ્પેશ્યલ પીપી તરીકે વિજયભાઈ જાનીની નિમણૂક કરાઇ

મોરબીના સનાળા રોડ ઉપર વાહનને સાઈડ આપવા બાબતે સોની યુવાનની હત્યા કરવામાં આવી હતી જેની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી ત્યાર બાદ પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી હતી જોકે, આ ગુનામાં આરોપીને કડક સજા થાય તે માટે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સ્પેશિયલ પીપી તરીકે મોરબી જિલ્લાના સરકારી વકીલની નિમણૂક કરવામાં આવેલ છે

મોરબીમાં આસરે 6 મહિના પહેલા સનાળા રોડ ઉપર સુપર માર્કેટ નજીકથી સોની યુવાન જતીનભાઈ રસિકલાલ આડેસરા (36) પોતાની કાર નંબર જીજે 36 એએફ 4466 લઈને પોતાના પરિવાર સાથે રાજકોટથી પરત આવીને તેના ઘર તરફ જઈ રહ્યો હતો દરમિયાન રાત્રિના 10:30 વાગ્યાના અરસામાં રંગોલી આઈસ્ક્રીમ સામે સ્કૂટરને સાઈડ આપવા બાબતે યુવાનની કાર ઉભી રખાવવામાં આવી હતી અને ત્યાર બાદ બોલાચાલી કરીને સ્કૂટર ઉપર આવેલા શખ્સો પૈકીના એક શખ્સે સોની વેપારીને છાતી, પડખા અને બેઠકના ભાગે છરીના 3 ઘા માર્યા હતા જેથી ઇજા પામેલા સોની વેપારીનું મોત નીપજ્યું હતું ત્યાર બાદ આ બનાવ સંદર્ભે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મૃતક યુવાનના ભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધીને તાત્કાલિક અસરકારક કાર્યવાહી કરી હતી દરમિયાન આ કેસમાં રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે મહત્વનો નિર્ણય કરીને સ્પેશિયલ પીપી તરીકે મોરબી જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાનીની નિમણૂક કરવામાં આવેલ છે




Latest News