સેવા એજ સત્કર્મ: મોરબીના  રામ ચરિત મેડિકલ સેવા કેન્દ્ર દ્વારા પાટીદાર સમાજની દીકરોને મદદરૂપ થવા અનોખો મોરબીમાં રોશનીના પર્વ ઉપર સ્વચ્છતાના અજવાળા કરતા સફાઈ કર્મયોગીઓનું ડૉ. દેવેનભાઈ રબારીએ કર્યું વિશેષ સન્માન મોરબીના સુપ્રસિદ્ધ રામધન આશ્રમ ખાતે ભવ્ય અન્નકૂટ દર્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના ડાયમંડનગર (આ) ખાતે કાસુન્દ્રા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ-અખંડ વિષ્ણુ યજ્ઞનું ભવ્ય આયોજન વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 39 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા 8.56 લાખનો મુદ્દામાલ કબજે, એકની ધરપકડ મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીમાં થયેલ સોની વેપારીની હત્યાના કેસમાં સ્પેશ્યલ પીપી તરીકે વિજયભાઈ જાનીની નિમણૂક કરાઇ


SHARE































મોરબીમાં થયેલ સોની વેપારીની હત્યાના કેસમાં સ્પેશ્યલ પીપી તરીકે વિજયભાઈ જાનીની નિમણૂક કરાઇ

મોરબીના સનાળા રોડ ઉપર વાહનને સાઈડ આપવા બાબતે સોની યુવાનની હત્યા કરવામાં આવી હતી જેની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી ત્યાર બાદ પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી હતી જોકે, આ ગુનામાં આરોપીને કડક સજા થાય તે માટે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સ્પેશિયલ પીપી તરીકે મોરબી જિલ્લાના સરકારી વકીલની નિમણૂક કરવામાં આવેલ છે

મોરબીમાં આસરે 6 મહિના પહેલા સનાળા રોડ ઉપર સુપર માર્કેટ નજીકથી સોની યુવાન જતીનભાઈ રસિકલાલ આડેસરા (36) પોતાની કાર નંબર જીજે 36 એએફ 4466 લઈને પોતાના પરિવાર સાથે રાજકોટથી પરત આવીને તેના ઘર તરફ જઈ રહ્યો હતો દરમિયાન રાત્રિના 10:30 વાગ્યાના અરસામાં રંગોલી આઈસ્ક્રીમ સામે સ્કૂટરને સાઈડ આપવા બાબતે યુવાનની કાર ઉભી રખાવવામાં આવી હતી અને ત્યાર બાદ બોલાચાલી કરીને સ્કૂટર ઉપર આવેલા શખ્સો પૈકીના એક શખ્સે સોની વેપારીને છાતી, પડખા અને બેઠકના ભાગે છરીના 3 ઘા માર્યા હતા જેથી ઇજા પામેલા સોની વેપારીનું મોત નીપજ્યું હતું ત્યાર બાદ આ બનાવ સંદર્ભે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મૃતક યુવાનના ભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધીને તાત્કાલિક અસરકારક કાર્યવાહી કરી હતી દરમિયાન આ કેસમાં રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે મહત્વનો નિર્ણય કરીને સ્પેશિયલ પીપી તરીકે મોરબી જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાનીની નિમણૂક કરવામાં આવેલ છે












Latest News