મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીની રામનગર સોસાયટીમાં ઘરમાં જુગાર રમતા ઘરધણી સહિત 6 શખ્સ 1.21 લાખની રોકડ સાથે પકડાયા


SHARE







મોરબીની રામનગર સોસાયટીમાં ઘરમાં જુગાર રમતા ઘરધણી સહિત 6 શખ્સ 1.21 લાખની રોકડ સાથે પકડાયા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રામનગર સોસાયટીમાં રહેતા શખ્સનાં ઘરની અંદર જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 6 શખ્સો જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 1.21 લાખ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને મોરબી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી


મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે નવલખી રોડ ઉપર આવેલ રામનગર સોસાયટીમાં રહેતા ભરતસિંહ પરમારના રહેણાંક મકાનમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ઘરધણી ભરતસિંહ મદારસિંહ પરમાર (64) તથા રાજેન્દ્રસિંહ કનુભા ઝાલા (43) રહે. નવી પીપળી, વિપુલભાઈ રમેશચંદ્ર મહેતા (50) રહે. દરબારગઢ જાની શેરી મોરબી, જેઠુભા હેમુભા રાઠોડ (76) રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ એલ-52 મોરબી, કમલેશભાઈ મોતીભાઈ મેવાડા (48) રહે. સૂર્યકૂર્તિ સોસાયટી શેરી નં-2 મોરબી અને રાજેન્દ્રસિંહ હનુભા જાડેજા (45) રહે. જનકલ્યાણનગર મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 1.21 લાખ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જામનગરમાંથી ચોરી કરેલ બાઇક સાથે એક પકડાયો

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ ઓક્ટ્રી હોટલ પાસે એલસીબીની ટીમ કામગીરી કરી હતી દરમિયાન ત્યાંથી શંકાસ્પદ હાલતમાં બાઈક લઈને એક શખ્સ પસાર થઈ રહ્યો હતો જેને રોકીને પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે આ શખ્સે બાઈક પોતાના ભત્રીજા વિજય અજયભાઈ સલાટ રહે. જાંબુડીયા વાળા પાસેથી લીધું હોવાનું કહ્યું હતું જો કે, પોકેટ કેપમાં સર્ચ કરવામાં આવતા બાઇક જામનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયું હોવાનું સામે આવ્યું હતું જેથી એલસીબીની ટીમ દ્વારા ચોરાબાઈક નંબર જીજે 10 બીડી 8605 જેની કિંમત 20 હજારનો મુદામાલ કબજે કરીને આરોપી માલાભાઈ કાળુભાઈ બરવાળીયા (30) રહે. નવા જાંબુડીયા શક્તિપરા મોરબી વાળાની ધરપકડ કરી હતી અને જામનગર બી ડિવિઝન પોલીસને જાણ કરીને હાલમાં આરોપી તથા મુદ્દામાલ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે.






Latest News