મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

યે આગ કબ બુઝેગી ?: મોરબી નજીક મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ 8 દિવસ પણ યથાવત, બળેલો માલ હટાવવા અને કુલિંગનું કામ હજુ પણ ચાલુ


SHARE









યે આગ કબ બુઝેગી ?: મોરબી નજીક મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ 8 દિવસ પણ યથાવત, બળેલો માલ હટાવવા અને કુલિંગનું કામ હજુ પણ ચાલુ

મોરબીના રફાળેશ્વર ગામ પાસે મગફળીના ગોડાઉનમાં એક સપ્તાહ પહેલા આગ લાગી હતી જેને કાબૂમાં કરવા માટે તાત્કાલિક ફાયરની ટીમને બોલાવવામાં આવી હતી જો કે, આ ઘટનાને 8 દિવસ થઈ ગયા છે તો પણ ગોડાઉનમાં લાગેલી આગ હજુ સો ટકા કાબુમાં આવેલ નથી અને જેથી સ્થળ ઉપરથી બળેલી મગફળી હટાવવામાં આવ્યા બાદ કુલિંગ કરવા માટે 2 ફાયર ફાઈટરને સ્થળ ઉપર રાખીને સતત પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે

મોરબીના રફાળેશ્વર ગામ પાસે મેજિક સિરામિકના ગોડાઉનમાં નાફેડ દ્વારા ખરીદી કરવામાં આવેલ મગફળીના જથ્થાને મૂકવામાં આવેલ હતો તે મગફળીના જથ્થામાં શનિવારે તા. 4/7/26 ના રોજ બપોરે દોઢ વાગ્યાના અરસામાં આગ લાગવાની ઘટના બની હતી જેની મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી ત્યાર બાદ આગ વિકરાળ હોવાથી મેજર કોલ જાહેર કરીને મોરબી ઉપરાંત રાજકોટ, જામનગર અને વાંકાનેરથી ફાયર ફાઇટરોને બોલાવવામાં આવ્યા હતા.

જો કે, હજુ પણ આગ સો ટકા કાબૂ આવેલ નથી જેથી આજે શનિવારે સાંજે પણ 3 ફાયર ફાઇટરોને સ્થળ ઉપર રાખીને આગ ઉપર સતત પાણીનો મારો કરીને કુલિંગ કરવા માટેનું કામ કરવામાં આવી રહ્યું છે સાથોસાથ 5 હિટાચી મશીનથી બળી ગયેલ મગફળીને 3 ડમ્પર મારફતે બહાર કાઢવા માટેની પણ કામગીરી ચાલી રહી છે અને હજુ પણ અંદાજે બે દિવસ જેટલો સમય લાગે તેવી શક્યતા ફાયર વિભાગના અધિકારી દેવેન્દ્રસિંહ જાડેજાએ વ્યક્ત કરી છે.

ઉલેખનીય છે કે, આ ગોડાઉનમાં ટેકાના ભાવે ખરીદી કરેલ મગફળીની 35 કિલો વજનની એક એવી કુલ મળીને 1,59,581 ગુણી મૂકવામાં આવી હતી જેની કુલ કિંમત 44,46,31,899 રૂપિયા થતી હતી જો કે, ગોડાઉનમાં આગ લાગવાથી કરોડો રૂપિયાની મગફળી બળીને ખાખ થઈ ગયેલ છે આટલું જ નહીં પરંતુ કારખાનાનો શેડ પણ તૂટી ગયો છે હાલમાં આ બનાવની આગળની તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એન.એસ.ઘેટીયા અને તેની ટિમ કરી રહી છે.




Latest News