મોરબીમાં જુદા-જુદા વિસ્તારોમાં રેડ કરીને પોલીસે 34 બોટલ દારૂ પકડાયો મોરબીના ચેક રીટર્ન કેશમાં આરોપીનો નિર્દોષ છુટકારો કરતી કોર્ટ મોરબીમાં કેન્સરની બીમારીથી કંટાળીને તળાવમાં ઝંપલાવી આપઘાત પાર્ટ-3: મોરબી જીલ્લામાં એકપણ પક્ષ સાથે જોડાયેલ આગેવાનનો સમાવેશ કર્યા વગર ખેડૂત આંદોલન માટે વિવિધ 6 કમિટીની રચના કરાઇ મોરબી તાલુકામાં એક જ રાતમાં જુદીજુદી બે જગ્યાએ દુષ્કર્મના ગુનામાં મુખ્ય સૂત્રધારની ધરપકડ મોરબીના જોધપર નદી ગામે સાસુ, જેઠ અને જેઠાણીનાત્રાસથી કંટાળીને પરણિતાએ ઝેરી દવા ગટગટાવી મોરબીના રામપર ગામના પાટીયા પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીના લાલપર પાસે બંધ પડેલા આઇસર ટ્રકની પાછળ રિક્ષા અથડાતાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીમાં જુદા-જુદા વિસ્તારોમાં રેડ કરીને પોલીસે 34 બોટલ દારૂ પકડાયો


SHARE







મોરબીમાં જુદા-જુદા વિસ્તારોમાં રેડ કરીને પોલીસે 34 બોટલ દારૂ પકડાયો

 

ફાયરીંગના બનાવમાં એકની અટકાયત: પત્નીએ પતિને માર માર્યો

મોરબીમાં પોલીસ દ્વારા જુદી-જુદી જગ્યાઓએ દારુ બાબતે રેડ કરી જથ્થા સાથે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા. બી-ડીવીઝન પોલીસે ત્રાજપર ચોકડી પાસેથી પસાર થઇ રહેલા ભગવાનજી ખોડાભાઇ ધંધાણીયા રહે. નીલકંઠ સોસાયટી સામાકાંઠેને અટકાવી તલાસી લેતા તેની પાસેથી વોડકાની એક બોટલ મળી આવતા ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે ત્રાજપર ખારી રામજી મંદિર પાસેથી ત્યાં જ રહેતા અજય સુખાભાઇ બાબરીયાની સાત બોટલ વોડકાની કિંમત રુા.630 સાથે પકડી કાર્યવાહી કરી હતી તેમજ વેજીટેબલ રોડ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા સુરેશ ઉર્ફે સૂર્યો રાઠોડને ત્યાંથી 18 બોટલ દારુ રુા.4146નો જથ્થો મળી આવતા સુરેશ રાઠોડ સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી. 

 

તેમજ એ-ડીવીઝન પોલીસે વાવડી રોડ જનકનગર પાસે આવેલ સિધ્ધેશ્ર્વર મહાદેવ મંદિરના કમ્પાઉન્ડમાંથી દારુની બે બોટલ કિંમત રુા.1130 પકડી હતી જેમાં અજાણ્યા શખ્સ સામે દારુ અંગે ગુનો નોંધી શોધવા તપાસ શરુ કરાઇ છે. જ્યારે વાવડી રોડ મારૂતીનગર સોસાયટીમાંથી પાંચ બોટલ દારૂ કિંમત રૂા.500 મળતા બલદેવસિંહ ગંભીરસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ શહેરના ગાંધી ચોક પાસેથી નીકળેલા સોયેબ ફરીદભાઇ સેડાત મીર (રહે. 11, વેજપર)ને અટકાવી ચેક કરાતા તેની પાસેથી એક બોટલ વોડકા રૂા.100 મળી આવતા ફરિયાદ નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી.

ફાયરીંગમાં અટકાયત

મોરબી તાલુકા પીઆઇ ઘેટીયાએ વીર ઉર્ફે વિરુ રાઠોડ (21, રહે. વીસીપરા)ની થોડા સમય પહેલા ટીંબડી ગામ પાસે સામસામે થયેલ ફાયરીંગના બનાવમાં અટકાયત કરી હતી. જ્યારે તાલુકા પીએસઆઇ સોંદરવા દ્વારા ચોરીના ગુનામાં પિન્ટુ ભરતભાઇ સોલંકી (32, રહે. નગરા, વઢવાણ, જી. સુરેન્દ્રનગર) અને રાહુલ ત્રિકમસિંગ (29, રહે. આદીપુર કચ્છ, મુળ રહે. ઉતરપ્રદેશ)ની અટકાયત કરી હતી.

મારામારીમાં ઇજા
નવલખી રોડ પવિત્ર હોટલ પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતાં કૌશલ હર્ષદભાઇ દક્ષિણી (27, રહે. દલવાડી સર્કલ પાસે કંડલા બાયપાસ)ને ઇજાઓ થતાં સારવાર માટે લઇ જવાયો હતો. જ્યારે વીસીપરા સીસ્ટરના બંગલા પાસે રહેતા પરિવારનો ચાર વર્ષનો બાળક આરીફશા ઇમામશા ફકીર ઘરે ઇલે. વાયરને અડી જતાં મોરબી સિવિલે અને બાદમાં રાજકોટ ખસેડાયો હતો.વીસીપરામાં રહેતા સલમાબેન શેખ નામની મહિલા ઘરે ટીકડા ખાઇ જતાં સારવાર માટે સિવિલે લઇ જવાયા હતા. જ્યારે લીલાપર ગામે પેપર મીલના લેબર ક્વાટરમાં રહેતા સરોજભાઇ નરેન્દ્રભાઇને પત્નીએ માર મારતા સારવાર માટે લાવવામાં આવ્યા હતા. તેમજ ઉમા ટાઉનશીપ સામાકાંઠા પાસે સાપ કરડી જતાં પ્રતિક લાલજીભાઇ પઢારીયા (ઉ.વ. 35, રહે. ઉમા ટાઉનશીપ પાસે મોરબી-2)ને સીવીલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો






Latest News