મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી
Breaking news
Morbi Today

અષાઢી બીજ: સાંસદ કચ્છ કાર્નિવલ નિમિતે વિનોદભાઈ ચાવડાની હાજરીમાં વિવિધ સમિતિઓની બેઠક યોજાઇ


SHARE





















અષાઢી બીજ: સાંસદ કચ્છ કાર્નિવલ નિમિતે વિનોદભાઈ ચાવડાની હાજરીમાં વિવિધ સમિતિઓની બેઠક યોજાઇ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી કચ્છી નવું વર્ષ અષાઢી બીજની ભવ્ય ઉજવણી નિમિત્તે ભુજના હૃદયસમા હમીરસર તળાવના કાંઠે કચ્છ લોકસભા તથા સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ-ભુજ દ્વારા આયોજિત “સાંસદ કચ્છ કાર્નિવલ - 2026” અંતર્ગત કચ્છ લોકસભાના સાંસદ વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને કે.ડી.સી.સી બેંક, ભુજ ખાતે આયોજનના ભાગરૂપે કાર્નિવલમાં ભાગ લીધેલ વિવિધ શાળા, સંસ્થા અને મંડળો સાથે તેમજ કાર્નિવલ માટે બનાવવામાં આવેલ વિવિધ સમિતિના સભ્યો સાથે બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં ભાગ લેનાર શાળા, સંસ્થા અને મંડળોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત આ બેઠકમાં જિલ્લા ભાજપ મહામંત્રી હિતેશભાઈ ખંડોલ, ભુજ શહેર ભાજપ પ્રમુખ મિત ઠક્કર, ભુજ નગરપાલિકાના પ્રમુખ શીતલભાઈ શાહ, કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવી, રીતેનભાઈ ગોર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત “સાંસદ કચ્છ કાર્નિવલ ૨૦૨૬” સમિતિઓ જેમાં કાર્યક્રમ ઇન્ચાર્જ સમિતિ, સ્ટેજ પ્રોટોકોલ વ્યવસ્થા સમિતિ, સ્ટેજ સ્વાગત સમિતિ, મંડપ – લાઈટ અને સાઉન્ડ સમિતિ, ડેકોરેશન સમિતિ, ઇનામ અને મોમેન્ટો સમિતિ, પાસ વિતરણ સમિતિ, નિર્ણાયક સમિતિ, કૃતિ સમિતિ, પાર્કિંગ વ્યવસ્થા સમિતિ, પોલીસ અને સિક્યુરીટી સમિતિ, એમ્યુલન્સ અને ફાયર સમિતિ, લીગલ પરમીશન સમિતિ, પીવાના પાણીની સમિતિ, ફૂડ કીટ સમિતિ, મીડિયા વિભાગ સમિતિ, સોસીયલ મીડિયા અને ઇન્ફ્લુએન્સર સમિતિ, બેઠક વ્યવસ્થા સમિતિ, બેનર અને પ્રિન્ટિંગ સમિતિ, કલાકાર સમિતિ, ફોટોગ્રાફી – એલ.ઈ.ડી. અને લાઇવ સમિતિ, ટેકનીકલ વિભાગ સમિતિ, જીલ્લા પાસ વિતરણ અને આમંત્રણ સમિતિ ના હોદેદારો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.










Latest News