ટંકારાના વીરપર પાસે આગ લાગતા કાર બળીને ખાખ, કારચાલકનો બચાવ ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા કાળી ચૌદશની ગેરમાન્યતા-કુપ્રથા સામે પત્રિકા વિતરણ આંદોલનની શરૂઆત મોરબીથી કરી  ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે સાપ કરડી જતા યુવાનનું મોત મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે ભટ્ટ પરિવાર દ્વારા હિંગાળજ માતાજીનાં મંદિરે યજ્ઞ યોજાયો મોરબીની અવની ચોકડીએ બોલેરોએ બાઈકને હડફેટે લેતા ત્રણ યુવાનો સારવારમાં મોરબી-નવલખી રોડ મુદે વિપક્ષના નેતાએ આંદોલનની ચીમકી ઉચ્ચારતા તંત્ર કામે લાગ્યું, થીગડા મારવાનું શરૂ મોરબીમાં સંત જાગા સ્વામી જયંતિ-શરદપુનમની ઉજવણી કરાઇ મોરબીના રામધન આશ્રમ ખાતે શરદપુનમ ઉજવાઇ
Breaking news
Morbi Today

વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે વાડી પાસે જુગાર રમતા 5 શખ્સો 1.05 લાખની રોકડ સાથે પકડાયા


SHARE







વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે વાડી પાસે જુગાર રમતા 5 શખ્સો 1.05 લાખની રોકડ સાથે પકડાયા

વાંકાનેરના વીડી જાંબુડીયા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી પાંચ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 1,05,000 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.

વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન વીડી જાંબુડીયા ગામની સીમમાં ખાંભા વાળી ધાર વિસ્તારમાં વિશાલભાઈ કાંજીયાની વાડી પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વિશાલભાઈ રાણાભાઇ કાંજિયા, જગમાલભાઈ રણછોડભાઈ શેટાણીયા, વિપુલભાઈ ગોરધનભાઈ કાંજિયા અને દશરથભાઈ દિનેશભાઈ કાંજિયા રહે. બધા વિડી જાંબુડીયા તેમજ હમીરભાઇ હીરાભાઈ ગમારા રહે. પલાસ વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 1,05,000 ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

દવા પી લેતા સારવારમાં
માળીયા મીયાણા તાલુકાના સરવડ ગામ પાસે આવેલ સરદાર નગર વિસ્તારમાં રહેતા કંચનબેન નરસીભાઈ ડોડીયા (63) નામના વૃદ્ધા ઘરે દવા પી ગયા હોય તેઓને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરેલ છે

અકસ્માતમાં ઇજા
મોરબી રાજકોટ રોડ ઉપર મીતાણા ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં વીરપર ગામે રહેતા મોસીન રફિકભાઈ આલા (24) અને મહેંદીબેન મોસીનભાઈ આલા (22)ને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરાઈ છે




Latest News