મોરબીમાં બે રેડમાં દારૂની 12 બોટલ સાથે બે શખ્સો ઝબ્બે વાંકાનેર સહિત મોરબી જિલ્લાના રેલ્વે પ્રશ્નો અંગે જનરલ મેનેજરને રજૂઆત કરતા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા મોરબીના જેતપર ગામેથી શાંતિપૂર્ણ રીતે શરૂ થયેલ આંદોલન ગુજરાત વ્યાપી બને તેવા સંકેત: આંદોલન સમિતિ મોરબીમાં જુગારની જુદીજુદી બે રેડમાં 10 શખ્સો પકડાયા: વાંકાનેરમાં વરલીની 3 રેડમાં 3 શખ્સ પકડાયા, 3 ની શોધખોળ હળવદ ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા પિતા-પુત્રને ઇજા: સારવાર દરમ્યાન બાળકનું મોત મોરબીમાં 3 સોસાયટીના રોડનું કામ ન કરવામાં આવતા મહિલાઓ સહિતના લોકોએ થાળી વેલણ વગાડીને રવાપર ચોકડી કર્યો ચક્કાજામ મોરબીના લાલપર પાસે કેનાલમાં ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત: અંબિકા રોડ ઉપર ઘરે હાર્ટ એટેક આવી જતાં વૃદ્ધનું મોત મોરબીની માણેક સોસાયટીમાં ઘરમાં જુગાર રમતી 11 મહિલા 39,100 ની રોકડ સાથે પકડાઈ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં કપાસ ક્રાંતિ યોજના હેઠળ સહાય મેળવવા ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકશે


SHARE







મોરબી જિલ્લામાં કપાસ ક્રાંતિ યોજના હેઠળ સહાય મેળવવા ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકશે

મોરબી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત મિત્રોને ખેતીવાડી ખાતાની વિવિધ સરકારી સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે સરળતાથી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ નવું આઈ-ખેડૂત પોર્ટલ (www.ikhedut.gujarat.gov.in) કાર્યરત કરવામાં આવ્યું છે. આ અદ્યતન પોર્ટલ પર ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ અન્વયે ખેતીવાડી વિભાગની અત્યંત મહત્વાકાંક્ષી એવી મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી’ (કપાસ ક્રાંતિ) યોજનાના નિદર્શન ઘટક હેઠળ સહાય મેળવવા ઈચ્છતા જિલ્લાના ખેડૂતો માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ કરાઈ છે. આ યોજના હેઠળ લાભ મેળવવા માટે ખેડૂત મિત્રો આગામી તા. ૨૪/૦૭/૨૦૨૬ સુધી (કુલ ૧૪ દિવસ) ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

પોર્ટલ પર અરજી કરતા પૂર્વે ખેડૂતોએ પોતાના ચાલુ મોબાઈલ નંબરની મદદથી પોર્ટલ પર પ્રોફાઈલ રજીસ્ટ્રેશન (નોંધણી) કરવું ફરજિયાત રહેશે. આ ઓનલાઈન નોંધણી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ જ ખેડૂતો સહાય માટે ઓનલાઈન અરજી કરી શકશે. અરજીઓ સ્વીકારવાની નિયત સમયમર્યાદા પૂર્ણ થયા બાદ, મોરબી જિલ્લા અને તાલુકા કક્ષાએ તમામ અરજીઓનો કમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો (લોટરી) કરીને સંપૂર્ણ પારદર્શક પદ્ધતિથી એક અગ્રતા યાદી તૈયાર કરવામાં આવશે, જે અંતર્ગત નિયત થયેલા ભૌતિક લક્ષ્યાંકની મર્યાદામાં જ લાયક ખેડૂતોને પૂર્વ-મંજૂરી આપવામાં આવશે.આ આકર્ષક યોજનાનો મહત્તમ લાભ ઉઠાવવા માટે જિલ્લાના તમામ કપાસ ઉત્પાદક ખેડૂત મિત્રોને સમયસર ઓનલાઈન અરજી કરવા મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારની યાદીમાં જણાવાયું છે.






Latest News