મોરબી જિલ્લામાં કપાસ ક્રાંતિ યોજના હેઠળ સહાય મેળવવા ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકશે મોરબી ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ ઓફિસરની કરાર આધારિત જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબી જિલ્લાની સરકારી કચેરીઓની રદ્દી પસ્તીના ટેન્ડર માટે ફોર્મ મેળવી શકાશે મોરબીમાં વીજપોલ-વાયરની વળતર નીતિના વિરોધમાં પદયાત્રા યોજાઇ: આંદોલન પૂરું કરવા માટે સરકારને 3 ઓપ્શન આપતા ખેડૂતો મોરબી :માળીયા (મીં) ના જુના ઘાંટીલા ગામે પગપાળા જતા યુવાનને ટ્રેકટર હડફેટે ઈજા મોરબીમાં કબૂતર પકડવા ગયેલા 12 વર્ષના બાળકને થાંભલામાંથી વિજ કરંટ લાગ્યો : મોત મોરબીના પીપળી રોડે થયેલ અકસ્માતમાં મૃતક સામે નોંધાઇ ફરીયાદ, માળિયા (મી)ના વીરવિદરકા ગામ પાસેના અકસ્માતમાં મૃતક સામે નોંધાઇ ફરીયાદ મોરબી પાંજરાપોળ દ્રારા પ્રાકૃતિક ગૌ આધારિત કૃષિ, ઝેર મુક્ત જીવન, ગૌશાળા સ્વાવલંબી બને તેવા ઉદ્દેશ્ય સાથે શનિવારે વિશેષ ચર્ચા સભા
Breaking news
Morbi Today

મોરબી ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ ઓફિસરની કરાર આધારિત જગ્યા માટે અરજીઓ મંગાવાઈ


SHARE







મોરબી ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ ઓફિસરની કરાર આધારિત જગ્યા માટે અરજીઓ મંગાવાઈ

ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (GSDMA) દ્વારા મોરબી જિલ્લા કલેક્ટર કચેરીની ડિઝાસ્ટર શાખા (જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર) ખાતે તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારિત સમયગાળા માટે ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ ઓફિસર (DPO) ની ૧ (એક) જગ્યા ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.

આ જગ્યા માટે શૈક્ષણિક લાયકાત તરીકે ઉમેદવારે માસ્ટર ઓફ સોશિયલ વર્ક (MSW) ની ડિગ્રી લઘુત્તમ ૭૦ ટકા સાથે ઉત્તીર્ણ કરેલી હોવી અનિવાર્ય છે. આ સાથે કમ્પ્યુટરનું જ્ઞાન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ડિપ્લોમા તેમજ સરકારી અથવા બિનસરકારી સંસ્થામાં કામગીરીનો ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારોને વિશેષ અગ્રિમતા આપવામાં આવશે. તારીખ ૧૦-૦૬-૨૦૨૬ ની સ્થિતિએ ઉમેદવારની મહત્તમ વયમર્યાદા ૩૫ વર્ષ નક્કી કરાઈ છે અને પસંદગી પામનારને માસિક એકત્રિત ફિક્સ રૂ. ૨૫,૦૦૦/- (રૂ. ૨૦,૦૦૦/- બેઝિક + રૂ. ૫,૦૦૦/- ભથ્થું) પગાર મળવાપાત્ર થશે. રસ ધરાવતા અને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ ૧૫-૦૭-૨૦2૬ થી તારીખ ૨૫-૦૭-૨૦૨૬ સુધીમાં ચાલુ કામકાજના દિવસોએ કચેરી સમય દરમિયાન મોરબી જિલ્લા કલેક્ટર કચેરીની ડિઝાસ્ટર શાખામાંથી નિયત ફોર્મ મેળવી લેવાનું રહેશે. તમામ જરૂરી આધાર-પુરાવાઓની સ્વ-પ્રમાણિત નકલ સાથે સંપૂર્ણ ભરેલું ફોર્મ રૂબરૂ, રજિસ્ટર્ડ પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટ દ્વારા કલેક્ટર કચેરીની ડિઝાસ્ટર શાખા ખાતે મોકલવાનું રહેશે. અરજી સ્વીકારવાની આખરી તારીખ ૨૫-૦૭-૨૦૨૬ ના સુધીની રહેશે, ત્યારબાદ મળેલી અરજીઓ માન્ય રખાશે નહીં. શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને ઈ-મેઈલ દ્વારા રૂબરૂ ઈન્ટરવ્યૂની જાણ કરવામાં આવશે તેમજ ભરતી પ્રક્રિયા અંગેના તમામ આખરી અધિકારો મોરબી કલેક્ટર હસ્તક રહેશે, તેમ યાદીમાં જણાવાયું છે.






Latest News