મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

મોરબીમાં ગુજસીટોકના આરોપીઓ-હિસ્ટ્રી શીટરોના ઘરોમાં પોલીસની 25 જેટલી ટીમો દ્વારા ચેકિંગ


SHARE





મોરબીમાં ગુજસીટોકના આરોપીઓ-હિસ્ટ્રી શીટરોના ઘરોમાં પોલીસની 25 જેટલી ટીમો દ્વારા ચેકિંગ

મોરબીમાં અષાઢી બીજના દિવસે રથયાત્રા યોજાતી હોય છે અને રથયાત્રાનો પર્વ શાંતિપૂર્ણ માહોલની અંદર યોજાતે માટે તેને મોરબી શહેરના કાલિકા પ્લોટ વિસ્તારમાં પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવ્યું હતું ત્યારે ગુજસીટોકના આરોપીઓ, હિસ્ટ્રી શીટરો તથા ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીઓના ઘરને ચેક કરવામાં આવ્યા હતા. ત્યારે પોલીસની 25 જેટલી ટીમોને કામે લગાડવામાં આવી હતી. જો કે, કોઈપણ જગ્યાએથી કોઈ હથિયાર કે અન્ય કોઈ વસ્તુઓ મળી આવેલ નથી તેવી માહિતી ડીવાયએસપી દ્વારા આપવામાં આવી હતી.

થોડા સમય પહેલા માળિયા મિયાણાં વિસ્તારમાં પોલીસ દ્વારા એકી સાથે જુદી જુદી ટીમોને મેદાનમાં ઉતારીને હિસ્ટ્રી શીટરો તથા ગુનેગારોને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે મોટા પ્રમાણમાં હથિયારો મળી આવ્યા હતા. દરમિયાન આગામી રથયાત્રાને ધ્યાનમાં રાખીને મોરબી શહેરમાં આવેલ કાલિકા પ્લોટ વિસ્તારમાં કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને રેન્જ આઇજી ચિરાગ કોરડીયા તથા એસપી મુકેશ પટેલની સૂચના મુજબ ડીવાયએસપી કે.પી.પરમારની આગેવાની હેઠળ 10 જેટલા પીઆઇ અને 200 જેટલા કર્મચારીઓ દ્વારા કાલિકા પ્લોટ વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવ્યું હતું ત્યારે ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલા 14 આરોપીઓ, હિસ્ટ્રી શીટરો, આર્મ્સ એક્ટમાં સંડોવાયેલા આરોપીઓના ઘરે ચેકિંગ કરવામાં આવ્યું હતું ઉપરાંત 17 એમસીઆર કાર્ડ વાળા આરોપી અને 16 શંકાસ્પદ શખ્સોને ચેક ચેક કરવામાં આવ્યા હતા આ ઉપરાંત 20 અવાવરું જગ્યાએ પણ ચેકિંગ કર્યું હતું જોકે, કોઈ સ્થળેથી હથિયાર કે અન્ય કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી આવેલ નથી અને આગામી અષાઢી બીજના દિવસે મોરબીમાં યોજાનાર યાત્રાનો પર્વ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે આ કોમ્બિંગ કરવામાં આવ્યું હતું અને આગામી સમયમાં અન્ય વિસ્તારમાં આવી જ રીતે કોમ્બિંગ કરવામાં આવશે. તેવી અધિકારી જણાવ્યુ હતું.




Latest News