મોરબીના વાવડી ગામેથી અપહૃત સગીરા સાથે દુષ્કર્મ થયાનું ખુલ્યું, યુવાન અને તેના માતા-પિતા જેલ હવાલે મોરબીમાં ગૌ માંસની શંકા આધારે એપાર્ટમેન્ટમાં હિન્દુ સંગઠનના આગેવાનોએ રેડ કરતા અઢી કિલો માસનો જથ્થો ઝડપાયો: તપાસ શરૂ મોરબીના લખધીરપુર ગામે સ્થાનિક સંસ્થાઓમાં ખોટી કનડગત કરતાં પંચાયતના સદસ્યને હોદા ઉપરથી દુર કરવા ડીડીઓનો આદેશ મોરબીમાં બાઈક ચોરી, એનડીપીએસ તથા દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા મોરબીમાં મંત્રીની હાજરીમાં કરાયેલ બેઠકમાં ભાજપના હોદ્દેદારો જ હતા ખેડૂત પ્રતિનિધિઓ નહીં !: જેતપર આંદોલન સમિતિની સ્પષ્ટતા મોરબીના લખધીરપુર રોડે ટ્રક ચાલકે ત્રિપલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા 3 યુવાન સારવારમાં મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને હડફેટે લેતા બે પૈકીનાં એક વૃદ્ધનું મોત મોરબીના આંદરણા ગામે ઘરમાંથી રોકડ-દાગીના મળીને 7.36 લાખના મુદ્દામાલની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળેલ સંકલનની બેઠકમાં રોડ રિપેરિંગ, વરસાદી પાણી-ગંદકીના નિકાલ માટે આવી રજૂઆતો


SHARE







મોરબીમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળેલ સંકલનની બેઠકમાં રોડ રિપેરિંગ, વરસાદી પાણી-ગંદકીના નિકાલ માટે આવી રજૂઆતો

મોરબી જિલ્લામાં સરકારી સેવાઓ વધુ સુદ્રઢ, ઝડપી અને લોકાભિમુખ બને તે હેતુથી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં ધારાસભ્યો હાજર રહ્યા હતા અને આ બેઠકમાં રોડ રિપેરિંગ, વરસાદી પાણી-ગંદકીના નિકાલ સહિતની રજૂઆતો આવી હતી જેનો નિકાલ કરવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

આ બેઠકમાં કલેક્ટરએ વહીવટી પ્રક્રિયાને વધુ વેગ આપવા માટે ઈ-સરકારના અસરકારક અમલીકરણની સમીક્ષા કરી હતી અને વિવિધ વિભાગોમાં પેન્ડિંગ રહેલી ફાઈલોનો ત્વરિત નિકાલ કરવા તાકીદ કરી હતી. આ ઉપરાંત, વિવિધ સરકારી અને જનકલ્યાણના વિકાસલક્ષી કામો માટે જરૂરી જમીનની માપણી અને ફાળવણી માટે iORA પોર્ટલ પર મળેલી અરજીઓની વર્તમાન સ્થિતિની સઘન સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ખાસ કરીને ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ, ગંદકીની સમસ્યાનું નિવારણ, રમત-ગમતનું નવું મેદાન બનાવવા તેમજ રેલવે ઓવરબ્રિજની મંજૂરી અંગે સકારાત્મક વિચારણા કરવામાં આવી હતી.

આ બેઠકમાં ઔદ્યોગિક વિકાસ અર્થે મીઠા અને બ્રોમીનના ઉત્પાદન માટે જમીનની માંગણી અંગેની રજૂઆતોની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. મોરબી-હળવદ રોડ અને રવાપર-ઘુનડા-જડેશ્વર નવા રોડ પર થયેલા નુકસાન અને તે રસ્તાઓના રિપેરિંગ અંગે રજૂ થયેલા પ્રશ્નોની નોંધ લઈ કલેક્ટરએ અગ્રતાના ધોરણે આ માર્ગોનું સમારકામ હાથ ધરવા સહિતની સૂચનાઓ સબંધિત વિભાગને આપી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ગીતાબેન દુબરીયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, પ્રકાશભાઈ વરમોરા અને જીતુભાઈ સોમાણી, ડીડીઓ વિદ્યાસાગર સહિતના અધિકારીઓએ હાજર રહ્યા હતા.






Latest News