મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

મોરબીના વીસીપરામાં ગારો ખીચડ અને ગંદકીનું સામ્રાજ્ય, લોકો ત્રાહિમામ: મેયર-કમિશનરને કરાઇ રજૂઆત


SHARE





મોરબીના વીસીપરામાં ગારો ખીચડ અને ગંદકીનું સામ્રાજ્ય, લોકો ત્રાહિમામ: મેયર-કમિશનરને કરાઇ રજૂઆત

મોરબીના વીસીપરા મેન રોડની હાલત અત્યંત દયનીય છે અને ત્યાં ગારો ખીચડનું સામ્રાજ્ય હોવાના કારણે ગમે ત્યારે જીવલેણ અકસ્માત સર્જાય તેવી શક્યતાઓ છે જેથી સ્થાનિક લોકોને સાથે રાખીને કોંગ્રેસના આગેવાનો દ્વારા આજે મોરબી મહાનગરપાલિકા ખાતે રજૂઆત કરવામાં આવી હતી અને વહેલામાં વહેલી તકે રોડ ઉપરથી ગારો ખીચડ અને ગંદકીને દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નં. 2 માં આવતા વિસ્તારની અંદર રોડ રસ્તા ગટર પાણીની તમામ વ્યવસ્થાઓ ખાડે ગઈ છે અને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે ત્યારે મીયાણા સમાજના પ્રમુખ ભટ્ટી હુસેનભાઇ બચુભાઈની આગેવાની હેઠળ કોંગ્રેસના તમામ આગેવાનોને સાથે રાખીને સ્થાનિક લોકો દ્વારા મોરબી મહાપાલિકાના મેર અને કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી જેમાં જણાવ્યુ હતું કે, વોર્ડ નં. 2 ના વીસીપરા વિસ્તારમાં મેન રોડ ઉપર ગારો ખીચડ અને ગંદકીનું સામ્રાજ્ય છે જેથી કરીને અવારનવાર વાહનો સ્લીપ થતા હોય છે અને ત્યાં અકસ્માત સર્જાય તેવી શક્યતાઓ છે આ ઉપરાંત આ વિસ્તારની અંદર ઘણી જગ્યાએ ભૂગો ગટરના ખોદકામના કારણે રસ્તાઓની હાલત દયાનીએ છે અને અનેક જગ્યાએ રસ્તા ઉપર ખાડા ખોદીયા પછી બાદ માટીના ઢગલા પડ્યા છે જેથી લોકોને રસ્તા ઉપરથી પોતાના જીવના જોખમે પસાર થવું પડે તેવો ઘાટ સર્જાયેલ છે જેથી કરીને આ વિસ્તારની અંદર લાઈટ પાણી રોડ રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓ માટેના કામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આ તકે કોંગ્રેસના આગેવાન રાજુભાઈ કાવર, વસીમભાઈ મન્સુરી સહિતના હાજર રહ્યા હતા.




Latest News