મોરબીના લક્ષ્મીવાસ ગામે કલેક્ટરની હાજરીમાં રાત્રિ સભા યોજાઈ વાંકાનેરમાં સીવણ કામ શીખવા માટે ગયેલ ટંકારા તાલુકાની સગીરાનું અપહરણ ટંકારાના વીરપર ગામ પાસે મારા મારીના બનાવમાં ઇજા પામેલા 4 વ્યક્તિ સારવારમાં વાંકાનેરના આણંદપર ગામે ખાટલાને બાઇક અડી જતાં થયેલ મારા મારીમાં બે વ્યક્તિના માથા ફાડી નાખ્યા: મહિલા સહિત 5 સારવારમાં મોરબીના રંગપર ગામ પાસે પાણીના ફિલ્ટર પ્લાન્ટની ઓરડીમાં જુગાર રમતા 6 શખ્સો 2.70 લાખના મુદામાલ સાથે પકડાયા મોરબીના મચ્છુ-2 ડેમના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબીના ફડસર ગામેથી ૩૮૦ બોટલ દારૂ સાથે એક પકડાયો, ૧૫ બોટલ સાથે એક પકડાયો ટંકારાના હરબટીયાળી ગામે શાળામાં બાળકોને વાંચન, લેખન અને ગણનમાં વાગલેની દુનિયા તૈયાર
Breaking news
Morbi Today

કચ્છ લોકસભાના સાંસદ વિનોદ ચાવડાનું વર્લ્ડ બુક ઑફ રેકોર્ડ્સ યુકે દ્વારા સન્માન


SHARE









કચ્છ લોકસભાના સાંસદ વિનોદ ચાવડાનું વર્લ્ડ બુક ઑફ રેકોર્ડ્સ યુકે દ્વારા સન્માન

સંસદીય કાર્યકાળ દરમિયાન સતત ત્રણ વખત ચૂંટાયેલા સાંસદ તરીકે સૌથી વધુ સોશિયલ મીડિયા પોસ્ટ્સ પ્રકાશિત કરવા બદલ, તેમજ પારદર્શક શાસન, ડિજિટલ જનસંપર્ક, નાગરિકો સુધી અસરકારક પહોંચ અને વેરિફાઇડ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા સતત સંવાદ જાળવવાની અસાધારણ પ્રતિબદ્ધતા બદલ વિનોદ લખમશી ચાવડાને વર્લ્ડ બુક ઑફ રેકોર્ડ્સ, યુકે દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માનપત્ર વર્લ્ડ બુક ઑફ રેકોર્ડ્સના ચાર્ટર્ડ અધિકારીઓ સુચિતા શુક્લા, યોગેશ ગોસ્વામી અને અપૂર્વા મેનન દ્વારા 16 જુલાઈ, 2026ના રોજ સંસદ કચ્છ કાર્નિવલ (આષાઢી બીજ) દરમિયાન, ભુજ ખાતે વિનોદ ચાવડાને અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વર્લ્ડ બુક ઑફ રેકોર્ડ્સની કેન્દ્રીય કાર્યકારી સમિતિના સભ્યો તથા આંતરરાષ્ટ્રીય સમુદાયના અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવોએ વિનોદ લખમશી ચાવડાને શુભેચ્છાઓ પાઠવી હતી.




Latest News