સેવા એજ સત્કર્મ: મોરબીના  રામ ચરિત મેડિકલ સેવા કેન્દ્ર દ્વારા પાટીદાર સમાજની દીકરોને મદદરૂપ થવા અનોખો મોરબીમાં રોશનીના પર્વ ઉપર સ્વચ્છતાના અજવાળા કરતા સફાઈ કર્મયોગીઓનું ડૉ. દેવેનભાઈ રબારીએ કર્યું વિશેષ સન્માન મોરબીના સુપ્રસિદ્ધ રામધન આશ્રમ ખાતે ભવ્ય અન્નકૂટ દર્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના ડાયમંડનગર (આ) ખાતે કાસુન્દ્રા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ-અખંડ વિષ્ણુ યજ્ઞનું ભવ્ય આયોજન વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 39 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા 8.56 લાખનો મુદ્દામાલ કબજે, એકની ધરપકડ મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીના લક્ષ્મીનગર ગામ પાસેથી 23 ઘેંટા ભરેલ ઇકો સાથે બે શખ્સ પકડાયા: મોરબી-રાજકોટના બે શખ્સની શોધખોળ


SHARE































મોરબીના લક્ષ્મીનગર ગામ પાસેથી 23 ઘેંટા ભરેલ ઇકો સાથે બે શખ્સ પકડાયા: મોરબી-રાજકોટના બે શખ્સની શોધખોળ

મોરબીના લક્ષ્મીનગર ગામ પાસેથી પસાર થઈ રહેલ ઇકો ગાડીને રોકીને ગૌરક્ષકોએ ચેક કરી હતી ત્યારે તેમાં ઘાસચારો કે પાણીની કોઈપણ પ્રકારની વ્યવસ્થા રાખ્યા વગર 23 જેટલા ઘેટાને રાજકોટ તરફ લઈ જતા હોવાનું સામે આવ્યું હતું જેથી હાલમાં ગૌરક્ષકે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 4 શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ઈકો ગાડી સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હાલમાં બે આરોપીને પકડવામાં આવ્યા છે અને બે આરોપીને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે

મોરબીના રંગપર ગામની સીમમાં આવેલ વાટેરો સેનેટરી વેર્સના લેબર  કવાર્ટરમાં રહેતા ખુશાલભાઈ સુરેશભાઈ વડાલીયા (32)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાજીબાવા દોસમામદભાઈ બુખારી (32) અને સાકીરભાઇ કાદરભાઈ બુખારી (30) રહે. બંને મોવિયા ગામ તાલુકો પડધરી, જાવેદભાઈ સલેમાનભાઈ ખાટકી રહે. ખાટકીવાસ મોરબી તથા ઝાકીરભાઇ ખાટકી રહે રાજકોટ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ લક્ષ્મીનગર ગામ પાસેથી ઇકો ગાડી નંબર જીજે 3 એલઆર 5449 લઈને હાજીબાવા બુખારી તથા સાકીરભાઇ બુખારી પસાર થઈ રહ્યા હતા ત્યારે તે ગાડીને રોકીને ચેક કરવામાં આવતા તેમાં આધાર પુરાવા વગર 23 જેટલા ઘેટાને ભરીને લઈ જતા હતા જો કે, ગાડીમાં ઘાસચારો કે પાણીની વ્યવસ્થા રાખવામાં આવી ન હતી જેથી આ ઘેટાને કતલખાને લઈ જતા હોય તેને બચાવવામાં આવ્યા હતા અને જાવેદભાઈ ખાટકીના કહેવાથી વાહનમાં ઘેટા ભરીને ઝાકીરભાઈ ખાટકીને પહોંચાડવા માટે જતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હોય હાલમાં ચાર શખ્સોની સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને વાહન સાથે બે શખ્સોને પકડવામાં આવ્યા હતા જો કે, બે આરોપીને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.












Latest News