મોરબીના લક્ષ્મીનગર ગામ પાસેથી 23 ઘેંટા ભરેલ ઇકો સાથે બે શખ્સ પકડાયા: મોરબી-રાજકોટના બે શખ્સની શોધખોળ
મોરબીના જુગારની 3 રેડમાં 4 શખ્સ પકડાયા
SHARE
મોરબીના જુગારની 3 રેડમાં 4 શખ્સ પકડાયા
મોરબીના ગાંધી ચોક પાસે જાહેરમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા બે શખ્સોને પકડવામાં આવેલ છે જયારે નજર બાગ રેલ્વે સ્ટેશન નજીક અને યમુનાનગર પાસે વરલી જુગારની બે રેડ કરવામાં આવી હતી જેમાં એક એક આરોપીને પકડવામાં આવેલ છે.
મોરબીના ગાંધી ચોક પાસે જાહેર રસ્તા ઉપર ચલણી નોટના નંબરના આધારે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા રવિ સવજીભાઈ ખાખરીયા (32) રહે. રણછોડનગર મોરબી તથા અમીન આસમભાઈ કુરેશી (38) રહે. રબારીવાસ જેલ ચોક પાસે મોરબી વાળા મળી આવેલ હોય પોલીસે તેની પાસેથી 5030 ની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
વરલી જુગાર
મોરબીમાં ભડીયાદ રોડ ઉપર નજરબાગ રેલવે સ્ટેશન પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા ત્યાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી રોહિતભાઈ મહેશભાઈ વારેવણીયા (21) રહે. સોઓરડી મેઇન રોડ સાગર પાનની બાજુમાં મોરબી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવેલ હોય પોલીસે તેની પાસેથી 1200 ની રોકડ કબજે કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે
વરલી જુગાર
મોરબીના નવલખી રોડ ઉપર આવેલી યમુનાનગર પાસે જાહેરમાં વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી વરલીના આંકડા લેતા હરેશભાઈ પુરણભાઈ થાવરાણી (40) રહે. લાયન્સનગર ચરમરીયા દાદાના મંદિરની સામે મોરબી વાળો મળી આવતા પોલીસે તેની પાસેથી 1400 ની રોકડ કબજે કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી હાથ ધરી છે.