મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી નાઇફ વર્કસ નામના કારખાનામાં બાળક પાસે મજૂરી કરાવનારા સંચાલક સામે ગુનો નોંધાયો


SHARE





















મોરબી નાઇફ વર્કસ નામના કારખાનામાં બાળક પાસે મજૂરી કરાવનારા સંચાલક સામે ગુનો નોંધાયો

મોરબીના માધાપર પાસે અંબિકા રોડ ઉપર આવેલ પેઢીમાં શ્રમ અધિકારીની ટીમ પહોંચી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપર 14 વર્ષથી નાની ઉંમર ધરાવતા બાળકો પાસે કામ લેવામાં આવતું હોવાનું ધ્યાન કરાવ્યું હતું જેથી કરીને હાલમાં પેઢીના સંચાલક સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના માધાપર અંબિકા રોડ ઉપર આવેલ મોરબી નાઈફ વર્ક્સ નામની પેઢીમાં સરકારી શ્રમ અધિકારીની ટીમ પહોંચી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી 14 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા બાળક પાસે કામ લેવામાં આવતું હોવાનું ધ્યાન ઉપર આવ્યું હતું જેથી આ બાબતે સરકારી શ્રમ અધિકારી મિતેશકુમાર પરસોતમભાઈ જોશી દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રઘુવીરસિંહ નવીનચંદ્ર (44) રહે. માધાપર અંબિકા રોડ મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેથી પોલીસ દ્વારા ગુનો નોંધીને આરોપીને પકડીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બાઈક ચોરી
હળવદના સુંદરગઢ સૂર્યનગર ખાતે રહેતા કાંતિભાઈ છગનભાઈ પરમાર (54)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, તેઓના દીકરા રવિભાઈએ હળવદના સરા રોડ ઉપર આવેલ મેલડી માતાજીના મંદિરે સામે રાધા મોલના ગેટ પાસે બાઈક નંબર જીજે 36 એ 9964 પાર્ક કરીને મૂક્યું હતું જે 25,000 રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી હાલમાં આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે










Latest News