મોરબીના ફડસર ગામેથી ૩૮૦ બોટલ દારૂ સાથે એક પકડાયો, ૧૫ બોટલ સાથે એક પકડાયો ટંકારાના હરબટીયાળી ગામે શાળામાં બાળકોને વાંચન, લેખન અને ગણનમાં વાગલેની દુનિયા તૈયાર મોરબીમાં આવાસના 48 લાભાર્થીઓએ મકાન આપવા તૈયારી મોરબીના સેવાભાવી નિવૃત શિક્ષિકા નિતાબેન પટેલ દ્વારા માધાપરવાડી કન્યા શાળાના પુસ્તકાલયમાં પુસ્તકો માટે દાન અર્પણ મોરબી મહાપાલિકને ફટાકડાના 4 સ્ટોલની હરરાજીથી 2.37 લાખની આવક મોરબીમાં B.A.M.S. DRS એસો. અને વૈદ્યસભા દ્વારા શરદોત્સવ-2026નું આયોજન મોરબી: કુવરબાઈનુ મામેરુ યોજના ખાખરેચીની દીકરી માટે બની આશીર્વાદ મોરબીમાં એક વર્ષના બાળકને સિવિલમાં તાત્કાલિક અને યોગ્ય સારવાર મળતા પરિવાર ચિંતા મુક્તા
Breaking news
Morbi Today

વાડીએ આવીશ તો જીવતો રહેવા નહીં દઈ: હળવદમાં જમીનના ઝઘડામાં એક પરિવારના લોકો વચ્ચે મારામારી બાદ સામસામે ફરિયાદ


SHARE









વાડીએ આવીશ તો જીવતો રહેવા નહીં દઈ: હળવદમાં જમીનના ઝઘડામાં એક પરિવારના લોકો વચ્ચે મારામારી બાદ સામસામે ફરિયાદ

હળવદના આસ્થા રોડ ઉપર દાવલિયા તરીકે ઓળખાતી સીમમાં વાડીએ જમીનના ભાગ બાબતે બોલાચાલી થઈ હતી ત્યારે એક જ પરિવારના લોકોએ સામસામે મારામારી કરી હતી જેથી બંને પક્ષેથી ઇજા પામેલા લોકોને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા ત્યારબાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સામસામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે જુદાજુદા બે ગુના નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદની અવધ સોસાયટીમાં બ્લોક નંબર 45 ખાતે રહેતા ધર્મેન્દ્રભાઈ ચમનભાઈ ગોઠી (31) એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મેહુલભાઈ રમણીકભાઈ ગોઠી, નિલેશભાઈ રમણીકભાઈ ગોઠી અને એક અજાણ્યો શખ્સ રહે. બધા હળવદ વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, હળવદના આસ્થા રોડ ઉપર આવેલ દાવલિયા તરીકે ઓળખાતી સીમમાં આવેલ વાડીએ તે આરોપીઓ સાથે મિલકત બાબતે વાત કરવા માટે ગયો હતો ત્યારે આરોપી મેહુલભાઈએ તેના હાથમાં રહેલ ધારીયા વડે ફરિયાદીને માથાના ભાગે ઘા મારીને ગંભીર ઇજા કરી હતી જેથી ફરિયાદી નીચે પડી જતા નિલેશભાઈએ તેના હાથમાં રહેલ કુહાડી વડે ફરિયાદીને ડાબા હાથની કોણી પાસે માર મારીને ગંભીર ઇજા કરી હતી અને અજાણ્યા શખ્સે પાઇપ વડે માર માર્યો હતો. ત્યારબાદ મેહુલભાઈએ ફરિયાદીની સાથે ઝપાઝપી કરીને મૂઢ માર મારીને ઈજા કરી હતી અને મિલકત બાબતે ક્યારે વાડીએ આવીશ તો જીવતો રહેવા નહીં દઈ તેવી ધમકી આપી હતી તેથી ઈજાગ્રસ્ત યુવાને સારવાર લીધા બાદ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે જ્યારે સામા પક્ષેથી હળવદના મોરબી દરવાજા કણબીપરા ખાતે રહેતા મેહુલભાઈ રમણીકભાઈ ગોઠી (37)એ ધર્મેન્દ્રભાઈ ચમનભાઈ ગોઠી રહે. હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે આસ્થા રોડ ઉપર આવેલ તેઓની વાડીએ આરોપીએ ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો અને ફરિયાદી તથા સાહેદને જમીનના ભાગ બાબતે જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને આરોપીએ તેના હાથમાં રહેલ ધારીયાના હાથા વડે ફરિયાદી તથા સાહેદને માર માર્યો હતો અને જીવતા નહીં રહેવા દે તેવી ધમકી આપી હતી જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News