મોરબીમાં બાઈક ચોરી, એનડીપીએસ તથા દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા મોરબીમાં મંત્રીની હાજરીમાં કરાયેલ બેઠકમાં ભાજપના હોદ્દેદારો જ હતા ખેડૂત પ્રતિનિધિઓ નહીં !: જેતપર આંદોલન સમિતિની સ્પષ્ટતા મોરબીના લખધીરપુર રોડે ટ્રક ચાલકે ત્રિપલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા 3 યુવાન સારવારમાં મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને હડફેટે લેતા બે પૈકીનાં એક વૃદ્ધનું મોત મોરબીના આંદરણા ગામે ઘરમાંથી રોકડ-દાગીના મળીને 7.36 લાખના મુદ્દામાલની ચોરી મોરબીના ઘૂટું ગામની સીમમાં ડેલો બતાવવા ગયેલા યુવાનને 3 શખ્સોએ પાઇપ-ધોકાથી માર માર્યો ટંકારાના નેકનામ ગામે દીવાલની માથાકૂટમાં હાઇકોર્ટના આદેશ પછી પોલીસે ફરિયાદ લીધી ! મોરબી મહાપાલિકાના મહિલા કોર્પોરેટરના પતિના બંગલામાં જુગાર રમતા 9 શખ્સ 24.30 લાખની રોકડ સહિત 44.76 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીમાં નજીવી વાતમાં દુકાનદારને છરીના માથા, ગળા, પાંસળીમાં ઘા ઝીકનારા શખ્સની ધરપકડ


SHARE







મોરબીમાં નજીવી વાતમાં દુકાનદારને છરીના માથા, ગળા, પાંસળીમાં ઘા ઝીકનારા શખ્સની ધરપકડ

મોરબીના લીલાપરથી નવાગામ તરફ જવાના રસ્તા ઉપર મોબાઇલની દુકાને મની ટ્રાન્સફર કરવા માટે થઈને એક શખ્સ ત્યાં આવ્યો હતો અને તેને 17000 રૂપિયા મની ટ્રાન્સફરથી ખાતામાં નખાવ્યા હતા અને તેની સામે રોકડા 17000 રૂપિયા આપ્યા હતા જો કે, મની ટ્રાન્સફર માટેનો 170 રૂપિયાનો ચાર્જ યુવાન દ્વારા માંગવામાં આવ્યો હતો જેથી કરીને વેપારીને છરીના ગળા, વાંસા, પાંસળીના ભાગે ઘા ઝીકયા હતા જેથી ઇજા પામેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કાર્યવાહી કરેલ છે.

મૂળ બિહારના રહેવાસી અને હાલમાં મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગર સોસાયટી શેરી નં. 7 માં ભાડાના મકાનમાં રહેતા મુરારીકુમાર ભોગેન્દ્ર શર્મા (24) નામના યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિશાલભાઈ બાબુભાઈ જોગડીયા સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે, તેઓની મોરબીના લીલાપરથી નવાગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ કારખાના સામે ગણેશ કોમ્પલેક્ષમાં ક્રિષ્ના મોબાઇલ એન્ડ ફેશન નામની દુકાન આવેલ છે અને તેઓની દુકાને આરોપી વિશાલ મની ટ્રાન્સફર કરાવવા માટે આવ્યો હતો ત્યારે ફરિયાદીને રોકડા 17000 રૂપિયા આપીને આરોપીએ 17000 રૂપિયા પોતાના ખાતામાં નખાવ્યા હતા અને આ કામ માટેનો 170 રૂપિયાનો ચાર્જ ફરિયાદીએ આરોપી પાસે માંગ્યો હતો ત્યારે આરોપીએ ઉશ્કેરાઈ જઈને છરી વડે હુમલો કર્યો હતો અને ત્યારે ફરિયાદીને ગળાની પાછળના ભાગમાં, વાસા, પાંસળી, કાંડા, માથા તથા ખભાના ભાગે છરીના ઘા મારીને ઇજા કરી હતી જેથી યુવાને સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવેલ હતી જે ગુનામાં તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી.ડી. જોગેલા અને તેની ટીમે આરોપી વિશાલભાઈ બાબુભાઈ જોગડીયા (24) રહે. લખધીરનગર નવાગામ વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે. 






Latest News