મોરબીના ફડસર ગામેથી ૩૮૦ બોટલ દારૂ સાથે એક પકડાયો, ૧૫ બોટલ સાથે એક પકડાયો ટંકારાના હરબટીયાળી ગામે શાળામાં બાળકોને વાંચન, લેખન અને ગણનમાં વાગલેની દુનિયા તૈયાર મોરબીમાં આવાસના 48 લાભાર્થીઓએ મકાન આપવા તૈયારી મોરબીના સેવાભાવી નિવૃત શિક્ષિકા નિતાબેન પટેલ દ્વારા માધાપરવાડી કન્યા શાળાના પુસ્તકાલયમાં પુસ્તકો માટે દાન અર્પણ મોરબી મહાપાલિકને ફટાકડાના 4 સ્ટોલની હરરાજીથી 2.37 લાખની આવક મોરબીમાં B.A.M.S. DRS એસો. અને વૈદ્યસભા દ્વારા શરદોત્સવ-2026નું આયોજન મોરબી: કુવરબાઈનુ મામેરુ યોજના ખાખરેચીની દીકરી માટે બની આશીર્વાદ મોરબીમાં એક વર્ષના બાળકને સિવિલમાં તાત્કાલિક અને યોગ્ય સારવાર મળતા પરિવાર ચિંતા મુક્તા
Breaking news
Morbi Today

મોરબી નજીક પેપર મિલના મશીનમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમા


SHARE









મોરબી નજીક પેપર મિલના મશીનમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમા

મોરબીના કાલિકાનગર ગામ પાસે આવેલ પેપર મિલમાં કામગીરી દરમિયાન યુવાનનો મશીનમાં હાથ આવી ગયો હતો જેથી હાથમાં ઇજા પામેલ હાલતમાં તે યુવાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી.

મૂળ ઉત્તરાખંડનો રહેવાસી મીકુલ હંસરાજભાઈ (23) નામનો યુવાન હાલમાં મોરબીના કાલિકાનગર પાસે આવેલ છે સેઝોન પેપર મીલ નામના કારખાનામાં રહે છે અને ત્યાં મજૂરી કામ કરે છે દરમિયાન કામ કરતાં સમયે મશીનમાં હાથ આવી જવાના કારણે યુવાનને ઇજા થઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ઓમ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીના જેતપર રોડ પર રંગપર બેલા ગામ પાસે બાઈક અજાણ્યા વાહન સાથે અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઘુટું ગામે રહેતા જયદીપભાઇ દિનેશભાઈ રાઠોડ (25) અને દીપિકાબેન જયદીપભાઇ રાઠોડ (24) નામના દંપતીને ઇજા થઇ હોવાથી ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

મારા મારીમાં ઇજા

મોરબીના જેતપર ગામે રહેતા દિનેશભાઈ મચ્છાર (40) ને પાવડીયારી કેનાલ નજીક બ્લૂમેન કારખાના પાસે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા
ભરૂચ જિલ્લાના રહેવાસી ગુલાબ અમરશીભાઈ વસાવા (37) નામનો યુવાન માટેલ મંદિર નજીક પડી ગયો હતો જેથી તેને માથાના ભાગ ઇજા થઈ હતી જેથી ઇજા પામેલ યુવાનને સારવાર માટે 108 મારફતે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News