મોરબી બાર એસો.ના પ્રમુખ દિલીપભાઈ અગેચણિયાની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કો-ઓપ્ટ મેમ્બર તરીકે કરાઇ નિમણૂક ગુજરાત પ્રદેશ અનુસુચિત જાતિ મોરચાના ઉપાધ્યક્ષ તરીકે મોરબી-રાજકોટ જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હંસાબેન પારેઘીની વરણી હળવદના ચરાડવા પાસે ગોડાઉનમાંથી જીરૂના જથ્થાની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના ઉંચી માંડલ પાસે ક્રેન ચાલકે હડફેટે લેતા યુવતીનું મોત મોરબીના રંગપર પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી આધેડ મહિલાનું મોત માળિયા (મી) નજીકથી કતલખાને લઈ જવાતા 71 ઘેંટા ભરેલ ટ્રક સાથે 4 શખ્સ પકડાયા મોરબીના ડાયમંડનગર સામે કવાર્ટરમાં અને વાંકાનેર શહેરમાં એક-એક યુવને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબી એસટી ડેપોમાં આવીને ઊભી રહેલ બસમાંથી યુવાન મૃતદેહ મળ્યો


SHARE







મોરબી એસટી ડેપોમાં આવીને ઊભી રહેલ બસમાંથી યુવાન મૃતદેહ મળ્યો

મોડાસાથી સોમવારે સાંજના સમયે એસટીની બસ મોરબીના એસટી ડેપોમાં આવીને ઊભી રહી હતી ત્યારે બધા જ પેસેન્જર તેમાંથી નીચે ઉતારી ગયા હતા જો કે, એક યુવાન નીચે ઉતાર્યો ન હતો જેથી કરીને બસના કંડક્ટર દ્વારા તે પેસેન્જરને ઉઠાવવા જતાં તે યુવાન મૃત હોવાનું સામે આવ્યું હતું જેથી તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે મૃતક યુવાનની ઓળખ મેળવવા માટેની તજવીજ શરૂ કરી છે.

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેન્ડમાં સોમવારે સાંજે મોડાસાથી મોરબી આવેલ બસમાં બેઠકા બધા જ પેસેન્જર નીચે ઉતારી ગયા હતા જો કે, એક યુવાન પેસેન્જર બસમાં સૂતો હોય તે રીતે બેઠો હતો જેથી કરીને બસના કંડક્ટર દ્વારા તેની પાસે જઈને મોરબી આવી ગયું છે તેવું કહીને તેને જગાવવા માટેનો પ્રયાસ કરવામાં આવેલ હતો જો કે, તે ઉઠ્યો ન હતો જેથી 108 ની ટીમને બોલાવવામાં આવી હતી અને 108ની ટીમે બસમાં બેઠેલ પેસેન્જરને ચેક કરીને તે મૃત્યુ પામેલ હોવાનું જણાવ્યુ હતું જેથી કરીને મૃતક યુવાનના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી

વધુમાં મળતી માહિતી મુજબ બસમાં મૃત હાલતમાં મળી આવેલ પેસેન્જર અમદાવાદથી મોડાસાથી મોરબી આવતી બસમાં બેઠો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે અને હાલમાં મૃતક યુવાન પાસેથી કોઈપણ જાતના ડોક્યુમેન્ટ કે આધાર પુરાવા મળ્યા નથી જેથી કરીને એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વાલભા ચાવડા દ્વારા મૃતક યુવાનની ઓળખ મેળવવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે અને તેઓની પાસેથી મળતી માહિતી મુજબ મૃતક યુવાનના હાથ ઉપર શૈલેષ કુમાર અને ત્રણ સ્ટાર ત્રોફાવેલ છે જો કે, તેની ઓળખ મેળવવા માટેની અને મોતની ચોક્કસ કારણ જાણવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે.




Latest News