હળવદ પત્રકાર એસો. દ્વારા 2 ઓગસ્ટના રોજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન
મોરબીમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા 1,84,000 લોકોની સહી સાથે કલેક્ટરને આવેદપત્ર પાઠવ્યું
SHARE
મોરબીમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા 1,84,000 લોકોની સહી સાથે કલેક્ટરને આવેદપત્ર પાઠવ્યું
'ગૌ સન્માન આહવાન અભિયાન' અંતર્ગત મોરબી જિલ્લા કલેક્ટર મારફતે દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, ગુજરાતના રાજ્યપાલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે ઉલેખનિય છે કે, અગાઉ 7 મે 2026 ના રોજ એલ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યાર બાદ વધુ એક વખત આવેદન આપીને ગૌવંશના સંરક્ષણ અને સન્માન માટે ત્વરિત કાર્યવાહી કરવાની માંગ કરાઇ છે.
મોરબીમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે મોરબી જિલ્લાના વિવિધ ધાર્મિક આશ્રમોના સંતો, સામાજિક અગ્રણીઓ અને વિવિધ સંગઠનો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ તકે ખાસ કરીને બગથળાના નકલંક મંદિરના મહંત દામજી ભગત, રામધન આશ્રમના ભાવેશ્વરી માતાજી, સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળ, બજરંગ દળ અને વિહિપ તેમજ મોરબી વિવિધ ગૌશાળાઓના સંચાલકો અને ગૌપ્રેમીઓ હાજર રહ્યા હતા અને આ આવેદનપત્રની મુખ્ય વિશેષતાએ હતી કે, પર્યાવરણની જાળવણી અને કાગળનો બગાડ અટકાવવાના હેતુથી નાગરિકો પાસેથી મેળવેલ 1,84,000 સહીઓના કુલ 6,158 પૃષ્ઠોનું રેકોર્ડ ડિજિટલ સ્વરૂપે (સ્કેન કરીને પેનડ્રાઈવ/ સીડીમાં) કલેક્ટર કચેરી ખાતે આપવામાં આવ્યું છે. અને જરૂર પડે તમામ સહીઓના મૂળ કાગળની હાર્ડકોપી પણ રજૂ કરવામાં આવશે.
હાલમાં જે માંગણીઓ કરવામાં આવેલ છે તેમાં ગાયને રાષ્ટ્રમાતા અને રાજ્યમાતાનો દરજ્જો આપવો, સ્વતંત્ર ગૌ-સેવા મંત્રાલયની સ્થાપના કરવામાં આવે, ગૌતસ્કરી અને ગૌવધને રોકવા માટે બિનજામીનપાત્ર ગુનો ગણી આજીવન કેદની સજા કરવામાં આવે અને ગુનામાં સંકળાયેલા તત્વોની મિલકત અને વાહનો જપ્ત કરવામાં આવે, રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો પર દર 50 થી 100 કિમીના અંતરે 'ગૌ-વાહિની એમ્બ્યુલન્સ' અને દર 150 થી 200 કિમીએ સુસજ્જ ટ્રોમા સેન્ટરની વ્યવસ્થા ઉભી કરવામાં આવે, ચારાના ઔદ્યોગિક વપરાશ પર રોક લગાવો તથા તમામ ગૌચર અને ઓરણ જમીનોને અતિક્રમણ મુક્ત કરી 'ગૌચર વિકાસ બોર્ડ' હેઠળ સુરક્ષિત કરવામાં આવે, દરેક ગ્રામ પંચાયત સ્તરે 'નંદીશાળા' અને જિલ્લા સ્તરે ઓછામાં ઓછું 1 મોડેલ 'ગૌ-અભયારણ્ય' અથવા વૃહદ ગૌશાળા નિર્માણ કરવામાં આવે, શાળાઓના અભ્યાસક્રમમાં 'ગૌ-વિજ્ઞાન' વિષય દાખલ કરવો અને મિડ-ડે મીલ તથા મંદિરોના પ્રસાદમાં કેવળ દેશી ગૌ-ઘી અને દૂધનો ઉપયોગ ફરજિયાત કરવો અને સરકારી મકાનોમાં કેમિકલના સ્થાને ગોબર-પેઇન્ટ અને ગોનાઇલનો ઉપયોગ ફરજિયાત કરવો તથા પંચગવ્ય સંશોધનને પ્રોત્સાહન આપવું તેનો સમાવેશ થાય છે.