મોરબી બાર એસો.ના પ્રમુખ દિલીપભાઈ અગેચણિયાની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કો-ઓપ્ટ મેમ્બર તરીકે કરાઇ નિમણૂક ગુજરાત પ્રદેશ અનુસુચિત જાતિ મોરચાના ઉપાધ્યક્ષ તરીકે મોરબી-રાજકોટ જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હંસાબેન પારેઘીની વરણી હળવદના ચરાડવા પાસે ગોડાઉનમાંથી જીરૂના જથ્થાની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના ઉંચી માંડલ પાસે ક્રેન ચાલકે હડફેટે લેતા યુવતીનું મોત મોરબીના રંગપર પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી આધેડ મહિલાનું મોત માળિયા (મી) નજીકથી કતલખાને લઈ જવાતા 71 ઘેંટા ભરેલ ટ્રક સાથે 4 શખ્સ પકડાયા મોરબીના ડાયમંડનગર સામે કવાર્ટરમાં અને વાંકાનેર શહેરમાં એક-એક યુવને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા કેન્દ્રિય શિક્ષણ મંત્રીના રાજીનામાની ઉજવણીમાં વિજય માર્ચ યોજાઇ


SHARE







મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા કેન્દ્રિય શિક્ષણ મંત્રીના રાજીનામાની ઉજવણીમાં વિજય માર્ચ યોજાઇ

મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા સોમવારે સાંજે મોરબીમાં વિજય માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ કોંગ્રેસ કાર્યાલયથી નવા બસ સ્ટેશનની સામે આવેલ સરદાર પટેલની પ્રતિમા સુધીની વિજય માર્ચ યોજાઇ હતી અને ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલ તેમજ ભગતસિંહ સહિતના શાહિદ વીરોની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને તાજેતરમાં નિટના પેપર લીક કાંડ સામે કરવામાં આવેલ આંદોલનને લઈને કેન્દ્રિય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામુ આપવું પડ્યું છે તેની ઉજવણી કરવામાં આવી હતી અને યુવાનો તેમજ વિધાર્થીઓની સરકાર સામે આ સૌથી મોટી જીત છે. તથા જે દિવસથી પેપર લીક થયું તે દિવસથી મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા મોરબી જિલ્લામાં અલગ અલગ સમયે ચારેક કાર્યક્રમો આપવામાં આવ્યા હતા આજે જે કાર્યક્રમ કર્યો હતો તેમાં પુષ્પરાજસિંહ જાડેજા, વસિમભાઇ મન્સૂરી,  મુકેશભાઇ ગામી, દીપકભાઈ પરમાર, દમયંતિબેન નિરંજની, રાજુભાઇ આહીર, સતિષભાઇ મેરજા, મિલનભાઈ સોરીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. તેવી માહિતી મોરબી જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ વસીમ મનસુરી પાસેથી મળેલ છે.




Latest News