મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી મોરબીમાં એલ.ઈ.કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ


SHARE







શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ

મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપર મૂકવામાં આવેલ સ્ટ્રીટ લાઈટો છેલ્લા ઘણા સમયથી બંધ છે તેને ચાલુ કરવામાં આવતી નથી અને રોડ ઉપર ગૌવંશ આવી જતાં હોવાથી નાના-મોટા અકસ્માતો થતા હોય છે જેમાં ખાસ કરીને ટ્રક ડમ્પર જેવા ભારે વાહનો નેશનલ હાઈવે રોડ ઉપરથી પસાર થાય છે ત્યારે ગૌવંશો તેની સાથે અવારનવાર અથડાતાં હોય ઘણી વખત ગૌવંશનું મોત નીપજે છે તો વાહન ચાલકોના વાહનોમાં નુકશાન થાય છે અને લોકોને શરરિક ઇજાઓ પણ થાય છે જેથી વહેલી તકે સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવામાં આવે તે જરૂરી છે.

મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર અવારનવાર અકસ્માતો થતા હતા જેથી કરીને અગાઉ સ્ટ્રીટ લાઈટો મૂકવા માટેની રજૂઆતો કરવામાં આવી હતી ત્યારબાદ વર્ષો પછી નેશનલ હાઈવે રોડ ઉપર જે ગ્રામ્ય વિસ્તાર આવે છે તેમાં ખાસ કરીને લાલપર, મકનસર, રફાળેશ્વર વગેરે જગ્યાનેશનલ હાઈવે રોડ ઉપર સ્ટ્રીટ લાઇટો મૂકવામાં આવી છે પરંતુ લાલપર ગામ પાસે મુકવામાં આવેલ સ્ટ્રીટ લાઇટો શોભાના ગાંઠિયા સમાન છે કારણ કે છેલ્લા ઘણા સમયથી આ સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં પડી છે અને સ્ટ્રીટ લાઇટો બંધ હોવાના કારણે રસ્તા ઉપર અવારનવાર નાના મોટા અકસ્માતો થતા હોય છે જેમાં ખાસ કરીને રજડતા ગૌવંશો નેશનલ હાઈવે રોડ ઉપર આવી જતા હોવાથી ટ્રકમ ટ્રેલર, ડમ્પર જેવા વાહનો સાથે અવારનવાર અથડાતા હોય છે જેથી કરીને ગૌવંશને ઇજા થાય અથવા તો તેનું મોત નીપજતું હોય છે આટલું જ નહીં પરંતુ વાહન ચાલકોના વાહનમાં નુકસાન થાય છે તેની સાથોસાથ વાહન ચાલકોને પણ શારરિક ઘણી વખત ઇજાઓ થતી હોય છે જેથી આ સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવામાં આવે અને નેશનલ હાઈવે રોડ ઉપર રજડતા ગૌવંશોને ત્યાંથી ખસેડવા માટેની નક્કર કામગીરી કરવામાં આવે તેવી વાહનચાલકો સહિતના લોકોની લાગણી અને માંગણી છે.






Latest News