મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો મોરબીની પેપર મિલોમાં વપરાતા કોલસા-વેસ્ટ પેપરના ભાવમાં વધારો અને તૈયાર માલની ડિમાન્ડ ઘટતા ઉદ્યોગકારોની મુશ્કેલીમાં વધારો મોરબીના રવાપર ઘુનડા રોડે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ બે યુવાન સારવારમાં વાંકાનેરના માટેલ રોડ ઉપર કારખાનાના કવાર્ટરમાં યુવાને કર્યો આપઘાત ચરાડવા ગામની સીમમાં જીરૂ ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર આરોપીની 12.77 લાખનો મુદ્દામાલ કબજે, ત્રણ આરોપીની શોધખોળ મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ
Breaking news
Morbi Today

વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત


SHARE







વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત

વાંકાનેર તાલુકાનાં ખીજડિયા ગામે આવેલ સરકારી શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા બાળકો પાસે પોતાના અંગત કામો કરાવે છે, RTE ની જોગવાઈઓનો ભંગ કરે છે અને લોકો વચ્ચે વૈમનસ્ય ઉભું કરીને ગામ અને શાળાનું વાતાવરણ બગાડતા હોય છે તેવી તાલુકા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને નિયામક પ્રાથમિક શિક્ષણ ગાંધીનગર સુધી રજૂઆત કરીને શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા માટેની રજૂઆત કરવામાં આવેલ છે.

શિક્ષક એટલે "માં" સ્તર સુધી પહોંચી માસ્તર બની વિદ્યાર્થીઓને ભણાવતા હોય છે, એમાંય શિક્ષિકા તો ખુદ એક માઁ હોય, એક માઁ સો શિક્ષકોની ગરજ સારે છે પણ વાંકાનેર તાલુકાની ખીજડિયા પ્રાથમિક શાળામાં ઉલટી ગંગા હોય એમ નઝમાબેન કડીવાર બાળકોને માનસિક ત્રાસ આપવાનું, શાળાનું વાતાવરણ બગડવાનું કામ કરે છે તેમજ બાળકોને શાળાની સ્કૂલ મેનેજમેન્ટ કમિટી વિરુદ્ધ વીડિયો બનાવવા દબાણ કરે છે, બાળકો પ્રત્યે ભેદભાવ રાખે છે, બાળકોને વધુ પડતો ત્રાસ આપે છે, અગાઉ પણ આ શિક્ષિકા નઝમાબેન વિરુદ્ધ ફરિયાદ થઈ હોવાથી ફરજમાં બેદરકારી જણાઈ હોય, આચાર્ય તરીકેનો ચાર્જ એમની પાસેથી લઈ લેવામાં આવેલ હતો. પણ હાલ શાળાના આચાર્ય નિવૃત થવાના હોય લાંબી રજા પર છે જેથી તા.11/06/2026 ના રોજ ગામના જ એક વાલી પોતાના બાળકનું શાળા છોડયાનું પ્રમાણપત્ર લેવા ગયા હતા તો શિક્ષિકાએ આપ્યું નહિ તેમજ આ બહેન બાળકો પાસે પોતાના અંગત કામો કરાવી RTE ની જોગવાઈઓનો ભંગ કરતા હોય છે અને લોકો વચ્ચે વૈમનસ્ય ઉભું કરી ગામ અને શાળાનું વાતાવરણ બગાડતા શિક્ષિકા નઝમાબેન કડીવાર વિરુદ્ધ તાલુકા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને નિયામક પ્રાથમિક શિક્ષણ ગાંધીનગર સુધી તાત્કાલિક બદલી કરવા માટે રજૂઆતો કરવામાં આવેલ છે.




Latest News