મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી મોરબી જીલ્લામાં નીલગાયાના શિકારના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે, ત્રણ આરોપીને પકડવા તજવીજ શરૂ
Breaking news
Morbi Today

મોરબીમાં ઇન્સ્ટગ્રામમાં મેસેજ કરીને પતિને પૂછનારી પત્નીને પટ્ટા વડે શરીરે અને માથામાં માર માર્યો


SHARE





















મોરબીમાં ઇન્સ્ટગ્રામમાં મેસેજ કરીને પતિને પૂછનારી પત્નીને પટ્ટા વડે શરીરે અને માથામાં માર માર્યો

મોરબીના શનાળા ગામે નવા પ્લોટ વિસ્તારમાં રહેતી મહિલાએ તેના પતિને ઇન્સ્ટગ્રામમાં મેસેજ કર્યો હતો તે બાબતે પૂછતી હતી દરમ્યાન તે મહિલાનો પતિ ઉશકેરાઈ ગયો હતો અને પટ્ટા વડે શરીરે તથા માથામાં બક્કલ વડે માર માર્યો હતો અને મારામારીમાં મહિલાની આંગળીમાંથી નખ નીકળી ગયો હતો તેમજ મહિલાને તેના સાસુ દ્વારા ગાળો આપવામાં આવી હતી અને ભોગ બનેલ મહિલાને તેના પતિ એન સાસુ દ્વારા અવારનવાર શરરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને પતિ દ્વારા મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી જેથી મહિલાએ સારવાર લીધા બાદ મહિલા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવતા પોલીસે ગુનો નોંધીને આરોપી પતિને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના શનાળા ગામે નવા પ્લોટમાં રહેતા સુનીતાબેન પ્રકાશભાઈ સોલંકી (32) એ હાલમાં તેના પતિ પ્રકાશભાઈ છગનભાઈ સોલંકી અને સાસુ નંદુબેન છગનભાઈ સોલંકી રહે.બંને શનાળા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ફરિયાદીએ પોતાના પતિના મોબાઇલમાં ઇન્સ્ટગ્રામમાં મેસેજ કરેલ હતો.જે બાબતે પૂછતા ફરિયાદીનો પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને તેને ફરિયાદીને પટ્ટા વડે શરીરે અને માથાના ભાગે પટ્ટાના બક્કલ વડે માર માર્યો હતો અને મારામારીમાં ફરિયાદીની ટચલી આંગળીનો નખ નીકળી ગયો હતો જ્યારે મહિલાને તેની સાસુએ ગાળો આપી હતી.આમ પતિ તથા સાસુ દ્વારા અવારનવાર શારીરિક-માનસિક ત્રાસ આપવામાં આવતો હતો તથા મહિલાને તેના પતિએ મારી નાખવાની ધમકી આપી હતી.જેથી ભોગ બનેલ મહિલાએ સારવાર લીધા બાદ હાલમાં તેના પતિ અને સાસુ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આ ગુનામાં પતિ પ્રકાશભાઈ છગનભાઈ સોલંકી (32) ને પકડીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

યુવાન ગુમ

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ રોહીદાસપરા રેલવે સ્ટેશનની પાછળના ભાગમાં રહેતા રોશનબેન રફિકભાઈ શેડાત (30) નામના મહિલાએ વીસીપરામાં આવેલ ખાડા વિસ્તારમાં રહેતો હાસમ સેડત (20) નામનો યુવાન માનસિક બીમાર હોય ઘરેથી બાથરૂમ જવાનું કહીને નીકળ્યો હતો.ત્યારબાદ તે પરત આવ્યો નથી જેથી યુવાન ગુમ થઈ ગયેલ હોવાની ગુમસુધા ફરિયાદ આપી છે જેના આધારે બી ડિવિઝન પોલીસે નોંધ કરીને ગુમ થયેલા યુવાનને શોધવા માટે બી ડિવિઝન પોલીસ સ્ટાફના સતિષભાઇ ગડચરએ તજવીજ હાથ કરી છે.










Latest News