ચરાડવા ગામની સીમમાં જીરૂ ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર આરોપીની 12.77 લાખનો મુદ્દામાલ કબજે, ત્રણ આરોપીની શોધખોળ મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં જુગારની જુદાજુદા સ્થળે બે રેડમાં 7 શખ્સ 35,300 ની રોકડ સાથે પકડાયા


SHARE







મોરબીમાં જુગારની જુદાજુદા સ્થળે બે રેડમાં 7 શખ્સ 35,300 ની રોકડ સાથે પકડાયા

મોરબીના ત્રાજપર વિસ્તારમાં જાહેરમાં તથા આનંદનગરમાં રહેતા શખ્સનાં ઘરની અંદર જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને 7 શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 35,300 ની રોકડ કબજે કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારના જુદા જુદા બે ગુના નોંધાયેલ છે

મોરબીના ત્રાજપર વિસ્તારમાં ઓરિએન્ટલ બેંક વાળી શેરીમાં જાહેરમાં જુગારની રે કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુગાર રમતા નયનભાઈ કિશોરભાઈ મેર (22) રહે. કુબેરના ઢાળ પાસે મફતિયાપરા મોરબી, કિશનભાઇ મનીષભાઈ ઝીંઝવાડીયા (24) રહે. ત્રાજપર મોરબી અને મંજુબેન દિનેશભાઈ સનુરા (50) રહે. ત્રાજપર ઓરિએન્ટલ બેંક વાળી શેરીમાં મોરબી વાળા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 5200 ની રોકડ કબજે કરી હતી જ્યારે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ આનંદનગર શેરી નં 1 માં રહેતા ઇન્દ્રસિંહ જાડેજાના રહેણાંક મકાનના જુગાર રમતા હોવાની હકીકત આધારે સ્થાનિક પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ઘરધણી ઇન્દ્રસિંહ નવલસિંહ જાડેજા (50) તથા જગદીશભાઈ મોતીભાઈ નૈયા (40) રહે. માનસ સોસાયટી મેન શેરી પીપળી, યાસીનભાઈ રહીમભાઈ દલ (28) રહે. વાવડી રોડ બાવલિયા પીરની દરગાહ પાસે મોરબી અને ઉમેદભાઈ દાઉદભાઈ પઢીયાર (47) રહે. વાવડી રોડ કારીયા સોસાયટી મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 30,100 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારના જુદાજુદા બે ગુના નોંધાયા છે

મહિલા સારવારમાં

મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ કારખાનામાં રહેતા દિવ્યાબેન ગોવિંદભાઈ (18) નામની મહિલા કોઈ કારણોસર સફેદ ગ્લોસી પાઉડર પી ગઈ હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મહિલાને હાથમાં બચકું ભર્યું

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા હંસાબેન ચંદુભાઈ સનાળીયા (45) નામની મહિલાને રવિવારી બજાર પાસે પાડોશમાં રહેતી વ્યક્તિએ ડાબા હાથે બચકું ભરી લીધું હતું અને ધોકા વડે માર માર્યો હતો જેથી ઈજા પામેલ મહિલાને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી 




Latest News