મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત
ગુજરાતમાં ખેડૂત આંદોલનમાં લાઠીચાર્જ થશે તો તેના પડઘા પંજાબ, હરિયાણા અને યુપી પડશે: ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટીકેતનું મોરબીમાં એલાn
SHARE
ગુજરાતમાં ખેડૂત આંદોલનમાં લાઠીચાર્જ થશે તો તેના પડઘા પંજાબ, હરિયાણા અને યુપી પડશે: ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટીકેતનું મોરબીમાં એલાન
મોરબીના રવાપર ગામે આજે ખેડૂત મહાસભા યોજાઇ હતી જેમાં ખેડૂત નેતા રાકેશ ટીકેત, યદુવીરસિંહ ચૌધરી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને આ તકે ગુજરાતના ખેડૂત આંદોલન કરનારા તમામ ખેડૂતોને તેઓએ બિરદાવ્યા હતા અને ખાસ કરીને જે રીતે અત્યાર સુધી વિકાસ માટે ગુજરાત મોડલને સમગ્ર દેશની અંદર પ્રચલિત કરવામાં આવ્યું છે તેવી જ રીતે હવે આંદોલન માટે ગુજરાત મોડલ સમગ્ર ભારતમાં પ્રચલિત બને તેવી લાગણી રાકેશ ટીકેતજીએ વ્યક્ત કરી હતી અને ગુજરાતની ધરતી ઉપરથી તેઓએ એલાન કર્યું હતું કે જો ગુજરાતની અંદર ખેડૂતો હક માટે આંદોલન કરતા હોય અને તે તેના ઉપર લાઠીચાર્જ થાય તો તેના પડઘા પંજાબ અને હરિયાણામાં પડશે અને પંજાબ કે હરિયાણામાં ખેડૂતો ઉપર જો લાઠીચાર્જ થશે તો તેના ગુજરાતમાં પડઘા પડશે.
મોરબી સહિત સમગ્ર ગુજરાતની અંદર જે ખાનગી વીજ કંપનીના થાંભલા ઉભા કરવા માટેની તથા વીજ વાયરો પસાર કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે તેની સામે ખેડૂતો દ્વારા પૂરતા વળતરની માંગણી સાથે આંદોલન કરવામાં આવી રહ્યુ છે દરમિયાન આજે મોરબીના રવાપર ગામે ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટીકેત તથા ભારતીય કિસાન યુનિયનના અધ્યક્ષ યદુવીરસિંહ ચૌધરી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા જોકે રાત્રે યોજાયેલ સભા પહેલા તમામ નેતાઓ જેતપર ગામે છેલ્લા ત્રણ મહિનાથી ચાલતા ખેડૂત આંદોલનની છાવણીની મુલાકાતે ગયા હતા અને ત્યાં ખેડૂતો દ્વારા જે આંદોલન કરવામાં આવી રહ્યું છે તેને રાકેશ ટીકેત સહિતના આગેવાનોએ બિરદાવ્યું હતું અને આંદોલનને સંપૂર્ણ ટેકો પણ જાહેર કર્યો હતો
ત્યારબાદ રવાપર ગામે યોજાયેલ ખેડૂત મહાસભામાં વિશાળ સંખ્યામાં ખેડૂતો આવ્યા હતા અને આ તકે યદુવીરસિંહ ચૌધરીએ કહ્યું હતું કે સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરતી હતી પરંતુ સરકારની નીતિના કારણે ખેડૂતો દિવસેને દિવસે દેણામાં ડૂબતા જાય છે અને જે રીતે ખેડૂતો પર અત્યાચાર થાય છે તે જોતા ખેડૂતો કોઈ એક સમાજના નથી પરંતુ ખેડૂત એક પરિવાર છે અને પરિવારના કોઈ પણ એક સભ્યને જો પીડા હોય તો તમામ લોકોએ સાથે મળીને લડત લડવી જોઈએ અને આંદોલન કરવું જોઈએ તેવું આહવાન કર્યું હતું અને ખાસ કરીને તેઓએ કહ્યું હતું કે ખેતીની જમીનનો વિનાશ કરીને વિકાસ કરવાની જરૂર નથી. અત્યાર સુધી ગુજરાતના વિકાસ મોડલને રજૂ કરતા હતા તે રીતે હવે ગુજરાતનું આંદોલન મોડલ દેશમાં જાણીતું બને તેવી લાગણી વ્યક્ત કરી હતી
આ તકે સરપંચ મુન્નાભાઈએ સભાને સંબોધન કરતા કહ્યું હતું કે ગુજરાતના 182 પૈકીના 116 ધારાસભ્યો પોતાના સોગાદનામામાં પોતે ખેડૂત ખાતેદાર છે તેવું લખે છે જો આ 116 ધારાસભ્યો ખેડૂતોના હિતમાં પોતાના રાજીનામાં સાથે રાજ્યપાલ પાસે પહોંચી જાય તો ભુપેન્દ્રભાઈ જ નહીં પરંતુ તેની આખી કેબિનેટ આવી જાય અને ખેડૂતોના તમામ પ્રશ્નો ઉકેલાઈ જાય તેમ છે પરંતુ આવું ખેડૂત ખાતેદાર હોવા છતાં ધારાસભ્યો કરતા નથી. તે હકીકત છે.
અંતમાં રાકેશ ટીકેતે સભાને સંબોધતા કહ્યું હતું કે, આ સરકાર બીજા કોઈથી નહિ પરંતુ ટ્રેક્ટરથી ડરે છે અને વર્તમાન સરકાર માત્ર પુંજી પતિઓની સરકાર છે અને કિસાનોને લૂંટવાનું કામ કરે છે ત્યારે હવે ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર ભારત દેશની અંદર વૈચારિક ક્રાંતિની જરૂર છે અને 8 ઓગસ્ટથી વર્ષો પહેલા ભારત છોડો આંદોલન શરૂ થયું હતું ત્યારે હવે આ તાનાશાહી સરકારમાંથી ગુજરાતને મુક્ત કરાવવા માટે અમે વારંવાર અહીંયા આવતા રહેશું આટલું જ નહીં પરંતુ અહીંયા ખેડૂતો પોતાના હક માટે જો આંદોલન કરતા હોય અને તેના ઉપર પોલીસ લાઠીઓ ચલાવશે તો તેના પડઘા પંજાબ અને હરિયાણામાં પડશે અને ત્યાં ખેડૂતો આંદોલન શરૂ કરશે અને પંજાબ અને હરિયાણાના ખેડૂતો ઉપર જો પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવશે તો તેના પડઘા ગુજરાતમાં પડશે તે પ્રકારનું ખેડૂત આંદોલન સમગ્ર ભારત દેશની અંદર કરવામાં આવશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને મનોજ પનારા અને તેઓની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી