મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા


SHARE





















મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા

મોરબીમાં સીરામીક એમ્પાયર કોમ્પલેક્ષ, હળવદના ભવાનીનગર અને માળિયા તાલુકાના જુના ઘાટીલા ગામે જુગારની જુદીજુદી 3 રેડ કરી હતો જેમાં કુલ મળીને 9 શખ્સ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની રોકડ સાથે ધરપકડ કરીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

હળવદના ભવાનીનગર ઢોરો વિસ્તારમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપર જુગાર રમતા ચંદુભાઈ વિઠ્ઠલભાઈ વિકાણી (43) રહે સિદ્ધિવિનાયક સોસાયટી હળવદ, રમેશભાઈ બચુભાઈ સોલંકી (55) રહે. માર્કેટ યાર્ડ ગેટ નં-4 સામે દુકાનમાં હળવદ અને રમેશભાઈ જાદવજીભાઈ ખાંભડીયા (55) રહે. ભવાનીનગર હળવદ વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 10,200 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ સીરામીક એમ્પાયર કોમ્પલેક્ષમાં કેવલભાઈ કાલરીયાની કબજા વાળી દુકાન નં. 305 માં બહારથી માણસો બોલાવીને જુગાર રમવા માટેની સગવડ પૂરી પાડવામાં આવતી હતી ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી કેવલભાઈ ધર્મેન્દ્રભાઈ કાલરીયા (22) રહે. જીવાપર (ચ), મેહુલભાઈ ધનસુખભાઈ વામજા (31) રહે. ક્રાંતિ જ્યોત રેસીડેન્સી મહેન્દ્રનગર તથા સુધીરભાઈ હર્ષદભાઈ બાવરવા (28) રહે. કુબેરનગર મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 25,100 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે,

માળિયા તાલુકાના જુના ઘાટીલા ગામે શક્તિ પ્લોટ કોળી વાસમાં જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુગાર રમતા રણછોડભાઈ પરસોત્તમભાઈ સનુરા (40), બીજલભાઇ કાનજીભાઈ સુરાણી (54) અને મુકેશભાઈ નવીનભાઈ ઠાકોર (38) રહે. બધા જૂના ઘાટીલા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 6400 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન સાથે ગુનો નોંધાયો છે










Latest News