મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી મોરબી જીલ્લામાં નીલગાયાના શિકારના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે, ત્રણ આરોપીને પકડવા તજવીજ શરૂ
Breaking news
Morbi Today

હળવદ નજીક બાઇકની આડે ખુટિયો આવતા સર્જાયેલ અકસ્માતના બનાવમાં માથામાં ઇજા થતાં યુવાનનું મોત


SHARE





















હળવદ નજીક બાઇકની આડે ખુટિયો આવતા સર્જાયેલ અકસ્માતના બનાવમાં માથામાં ઇજા થતાં યુવાનનું મોત

હળવદના શક્તિનગર સુખપર ગામ પાસે શોરૂમ નજીક હાઈવે રોડ ઉપરથી યુવાન બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકની આડે ખુટિયો આવ્યો હતો અને ખુટિયા સાથે બાઇક અથડાયું હતું જેથી અકસ્માત થયો હતો અને આ બનાવમાં યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની મૃતક યુવાનના પિતાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ ધાંગધ્રા તાલુકાના જીવા ગામના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના લાલપર ગામ પાસે પ્રિયા સેનેટરીની પાછળના ભાગમાં રહેતા મોહનભાઈ ગોસાઈ (57)નો દીકરો શંકરગિરી મોહનગીરી ગોસાઈ (26) તેના ભાઇનું બાઇક નંબર જીજે 13 બીએમ 4787 લઈને હળવદ ધાંગધ્રા હાઇવે રોડ ઉપર આવેલ શક્તિનગર સુખપર ગામ પાસે શોરૂમની સામેના ભાગમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઇકની આડે અચાનક ખુટિયો આવ્યો હતો જેથી ખુટીયા સાથે તેનું બાઇક અથડાતાં અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં શંકરગિરી ગોસાઈને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની મૃતક યુવાનના પિતા મોહનભાઈ ગોસાઈ દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસ અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

એક બોટલ દારૂ સાથે પકડાયો

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસે દારૂની એક બોટલ જેની કિંમત 375 રૂપિયાના મુદામાલ સાથે અમિત કિરણભાઈ ગરચરની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન રાજુ જારીયા રહે. મોરબી વાળા પાસેથી દારૂની બોટલ મેળવી હોવાનું સામે આવ્યું હતું જેથી બંને સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને પોલીસે બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીની પંચાસર ચોકડી પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો જે બનાવમાં મોરબીના બાયપાસ રોડ ઉપર કામધેનુ સોસાયટીમાં રહેતા રણછોડભાઈ દેવજીભાઈ દેત્રોજા (68) અને તેના પત્ની અનસોયાબેન રણછોડભાઈ દેત્રોજા (65) ને ઇજાઓ થઈ હોવાથી તેઓને પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે










Latest News