મોરબી જલારામ મંદિર ખાતે સદાવ્રતમા સહયોગ આપી સદ્ગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરતો હાલાણી પરિવાર
મોરબી સિવિલમાં ખાલી પડેલ ડોકટરની જગ્યાઓ ભરવા સીએમને રજૂઆત
SHARE
મોરબી સિવિલમાં ખાલી પડેલ ડોકટરની જગ્યાઓ ભરવા સીએમને રજૂઆત
મોરબી સીવીલ હોસ્પીટલમાં ડોકટરોની ઘણી જગ્યા છેલ્લા ઘણા વર્ષોથી ખાલી છે તેને ભરવા માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે તો પણ ધ્યાને લેવામાં આવેલ નથી જેથી કરીને વધુ એક વખત મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા સિવિલમાં ડોક્ટરોની જગ્યા ભરવા માટે સીએમ અને ડેપ્યુટી સીએમને રજૂઆત કરવામાં આવી છે
મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે, જીજ્ઞેશભાઇ પંડયા, જગદીશભાઇ જી. બાંભણીયા, જનકભાઈ રાજા, અશોક ખરસરીયાએ સીએમ અને ડેપ્યુટી સીએમને લેખિતમાં રજૂઆત કરી છે કે, જીલ્લા કક્ષાની સિવિલ હોસ્પીટલમાં મહત્વ પુર્ણ ડોકટરની ઘટ છે જેને દૂર કરવામાં આવે તે જરૂરી છે કેમ કે, સીરામીક નગરી સરકારની સાથે હમેશા રહે છે તો પણ મહત્વપુર્ણ સુવિધા આપવામાં રાજય સરકાર દિન પ્રતિદિન ઉણી ઉતરી રહી હોય તેવો ઘાટ સિવિલમાં જોવા મળે છે મોરબીના ઉદ્યોગમાથી સરકારને વર્ષે કરોડો રૂપિયાના ટેકસની આવક થાય છે તો પણ અહીના લોકોને સારી આરોગ્યલક્ષી સેવાઓ મળી નથી રહી તે હક્કિત છે મોરબી જીલ્લા કક્ષાની સિવીલ હોસ્પીટલમાં ઓર્થોપેડીક ડોકટર જ નથી માટે ના છુટકે મજુરોને ખાનગી હોસ્પીટલમાં જવું પડે છે જે સરકાર માટે શરમજનક કહેવાય તો આવી જ સ્થિતિ ચામડીના વિભાગની છે જેથી તાત્કાલીક ચામડીના ડોકટર ની નિમણુક કરવી જરૂરી છે આ હોસ્પિટલ માં રેડિયોલોજીસ્ટ ડોકટર જ ન હોવાથી કરોડો રૂપિયાના સાધનો ધુળ ખાઇ છે તો ધાત્રી (ગર્ભવતી) માતાઓને પ્રાઇવેટમાં સોનોગ્રાફી માટે દોડવું પડી રહ્યુ છે માટે સરકાર તાત્કલિક ધટતી સુવિધા જીલ્લા હોસ્પીટલમાં મળી રહે તેવી માંગ કરી છે
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”