મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિર ખાતે સદાવ્રતમા સહયોગ આપી સદ્ગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરતો હાલાણી  પરિવાર


SHARE





મોરબી જલારામ મંદિર ખાતે સદાવ્રતમા સહયોગ આપી સદ્ગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરતો હાલાણી  પરિવાર

મોરબી જલારામ મંદિર ખાતે બપોર તેમજ સાંજનો ભોજન પ્રસાદ વિતરણ કરી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવામા આવી રહ્યો છે ત્યારે મોરબીના હરીશભાઈ હાલાણી દ્વારા તેમના ભાઈ સ્વ.ભરતભાઈ મણીલાલ હાલાણીનુ તાજેતરમા અવસાન થતા  બપોરના પ્રસાદમા સહયોગ આપી સદ્ગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામા આવી છે. જેમા શુધ્ધ ઘીના મોહનથાળ સહીતની વાનગીઓ પીરસવામા આવી હતી. મોરબી જલારામ મંદિરના અગ્રણીઓએ પણ સ્વ.ભરતભાઈને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ મંદિર દ્વારા વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરવા મા આવે છે જેમાની વિશેષ સેવા છે બંને ટાઈમ સર્વજ્ઞાતિય ભોજન પ્રસાદ વિતરણ, મોરબી જલારામ મંદિરના અગ્રણીઓ ક્યારેય પણ પહોંચ બુક લઈને બહાર ફાળો કરવા નિકળતા નથી. સર્વજ્ઞાતિય જલારામ ભક્તો તરફથી મળતા સ્વૈચ્છીક સહયોગથી વિવિધ સેવાકાર્યો વર્ષોથી પ્રદાન કરવામા આવે છે ત્યારે મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા સહયોગ આપવા ઈચ્છુક ભક્તજનોએ ગીરીશભાઈ ઘેલાણી મો.૯૮૨૫૦૮૨૪૬૮ તથા હરીશભાઈ રાજા મો.૯૮૭૯૨૧૮૪૧૫ નો સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવ્યુ છે.




Latest News