મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા રોપાનું વિતરણ કરાયું
SHARE
મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા રોપાનું વિતરણ કરાયું
મોરબીના પર્યાવરણ પ્રેમી લોકો માટે બીજા તબક્કાનું ઔષધીય રોપા તથા ફૂલછોડનું ટોકનદરે વિતરણ કરવામાં આવ્યું હતું કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા વિવિધ પ્રકારના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે ઘણા રોપા એકદમ વિનામૂલ્યે પણ આપવામાં આવ્યા હતા જેમાં જાંબુડા, સીતાફળ, લીંબુ, ગુંદા, બીલીપત્ર, ગરમાળો, લીમડો, સવન, તુલસી, જામફળ, આસોપાલવ, મીઠો લીમડો, સેતુર અને બદામનો સમાવેશ થાય છે. જયારે અમુક રોપાઓ ટોકન દરથી આપવામાં આવ્યા હતા તેમાં અરીઠા, ખેર, અશોક, કોઠા, ગોળ પાન વાળી નગોડ, કદંબ, ચરેલ, ડોડી, કડાયો, જલજાંબુ, મીંઢોળ, મહુડો, બહેડા, શિવલિંગી, બ્રાહ્મણી વેલ, લિંડી પીપર વેલ, કરમદા, ગુગળ, ખાખરો, નગોડ, અરડૂસી, સીમળો, વિકળો, બોરસલી, એલોવેરા, રાયણ, કંચનાર, આમળા, પારિજાત, સિસમ, રાદારૂડી વેલ, પાન ફૂટી, પુત્ર જીવક, વાયાવર્ણ અને અર્જુન સાદાડ ટોકન દરે મળશે.તેમજ જાસૂદ, ટગર, ગુલાબ, ટગરી, એલેમેંડા, ડોલર, એમેનિયા, ફ્લેમિંગો વગેરેનો સમાવેશ થાય છે
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”