મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી મોરબી જીલ્લામાં નીલગાયાના શિકારના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે, ત્રણ આરોપીને પકડવા તજવીજ શરૂ
Breaking news
Morbi Today

મોરબીની સિલ્વર પાર્ક સોસાયટીમાંથી 1092 બોટલ દારૂ ભરેલ સુપરકેરી વાહન ઝડપાયું. 11.21 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ


SHARE





















મોરબીની સિલ્વર પાર્ક સોસાયટીમાંથી 1092 બોટલ દારૂ ભરેલ સુપરકેરી વાહન ઝડપાયું. 11.21 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ

મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ સિલ્વર પાર્ક સોસાયટી પાસેથી સુપરકેરી માલ વાહક ગાડી પાર્ક કરીને મૂકી છે અને તેમાં દારૂનો જથ્થો ભરેલો છે જેને સગેવગે કરવાની તૈયારી કરવામાં આવી રહી છે તેવી હક્કિત એલસીબીની ટીમને મળી હતી જેના આધારે ત્યાં રેડ કરી હતી ત્યારે ગાડીમાંથી 1,092 બોટલ દારૂ મળી આવતા 8,21,292 ની કિંમતણો દારૂ તથા વાહન મળીને 11.21 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાહન રેઢું મૂકીને નાસી ગયેલા શખ્સ સહિત તપાસમાં જેના નામ ખુલે તેની સામે ગુનો નોંધીને પોલીસ આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના જુના ઘૂટું રોડ ઉપર સિલ્વર પાર્ક સોસાયટીમાં સુપરકેરી માલવાહક ગાડી નંબર જીજે 36 વી 5715 પડી હતી અને તેમાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસ દ્વારા રેડ કરીને તે વાહનને ચેક કરવામાં આવ્યું હતું ત્યારે વાહનમાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની મોટી 1092 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 8,21,292 ની કિંમતનો દારૂનો જથ્થો તથા 3 લાખ રૂપિયાની કિંમતનું વાહન આમ કુલ મળીને 11,21,292 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને હાલમાં સુપરકેરી માલ વાહક વાહન રેઢું મૂકીને નાસી ગયેલા શખ્સ સહિત તપાસમાં જેના નામ સામે આવે તેની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ કામગીરી મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ એસ.પી.જાડેજા ની સુચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી










Latest News