મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી મોરબી જીલ્લામાં નીલગાયાના શિકારના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે, ત્રણ આરોપીને પકડવા તજવીજ શરૂ
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠે બે દરોડામાં દારૂ-બીયરની 69 બોટલ પકડાઈ, મકનસર પાસે બે બાઈક અથડાયા : સાપ કરડવાના બે બનાવ


SHARE





















મોરબીના સામાકાંઠે બે દરોડામાં દારૂ-બીયરની 69 બોટલ પકડાઈ, મકનસર પાસે બે બાઈક અથડાયા : સાપ કરડવાના બે બનાવ

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે જુદી-જુદી બે જગ્યાએ રેડ કરી હતી. જેમાં દારુ-બીયરની 69 બોટલો સાથે એક પકડાયો હતો. એકની શોધખોળ ચાલુ કરવામાં આવેલ છે.બી ડીવીઝન પોલીસે સામાકાંઠે ગુ.હા.બોર્ડ ઋષિકેશ વિદ્યાલય પાસેથી નીકળેલા નરેન્દ્રભાઈ વશરામભાઈ કાવર પટેલ (ઉ.વ.51) રહે. ક્રાંતિ જયોત એપાર્ટમેન્ટ ઉમા ટાઉનશીપ સામાકાંઠે ને અટકાવી ઝડતી લેતા તેની પાસેથી દારુની આઠ બોટલ કિંમત રૂા.1128નો મુદામાલ મળી આવતા પ્રોહીબીશન એકટ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.જયારે બીજી રેડ સામાકાંઠે ઉમા ટાઉનશીપના પુલો આવેલા અરુણોદયનગર સર્કલ સામે આવેલા ભીમસર વિસ્તારમાં કરવામાં આવી હતી. જયાં અજય કુંવરજીભાઈ વિકાણીને ત્યાં સર્ચ કરતા ત્યાંથતી બીયરના 61 ટીન કિંમત રૂા.7625નો જથ્થો મળી આવતા તેની સામે ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

એમ.પી.પોલીસ
મધ્યપ્રદેશના પીતામયુર વિસ્તારમાંથી યુવતીનું અપહરણ થયેલ હોય અને તે મોરબી હોવાની બાતમી મળતા ત્યાંની પોલીસ અત્રે આવી હતી. અહીં તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભોગ બનનાર યુવતી ગોલુ નામના માણસની સાથે મળી આવતા આગળની કાર્યવાહી માટે બંનેને એમપી લઈ જવાયા છે.

મહિલા સારવારમાં

રફાળેશ્વર ગામે રહેતા કાજલબેન દિલીપભાઈ મુછડીયા (25) નામની મહિલાને કામ દરમ્યાન ઈલેકટ્રીક શોટ લાગતા સારવારમાં સિવિલે લઈ જવાયો હતો તેમજ મોડપર ગામે રહેતા કાજલબેન અક્ષયભાઈ સોલંકી (27) એ કોઈ કારણસર દવા પી લેતા સારવારમાં આયુષમાં લઈ જવાયા હતા. જેથી તાલુકા પોલીસ મથકના ગીરીશભાઈ મોરલીયાએ તપાસ કરી હતી










Latest News