મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

મોરબી નજીક છરીની અણીએ રોકડ-મોબાઈલની લૂંટના ગુનામાં પકડાયેલા 3 આરોપીના રિમાન્ડ મંજૂર 


SHARE





મોરબી નજીક છરીની અણીએ રોકડ-મોબાઈલની લૂંટના ગુનામાં પકડાયેલા 3 આરોપીના રિમાન્ડ મંજૂર 

મોરબીના ઓદ્યોગીક વિસ્તારમાંથી ત્રણ શ્રમિક ચાલી ભરતનગર ગામ પાસેથી જતાં હતા ત્યારે સ્કૂટરમાં આવેલ 3 અજાણ્યા શખ્સો ત્યાં આવ્યા હતા અને છરી બતાવીને ચાલીને જઈ રહેલા ત્રણ યુવાનો પાસેથી રોકડા રૂપિયા અને મોબાઈલ મળીને 11 હજારના મુદામાલની લૂંટ કરવામાં આવી હતી જે ગુનામાં પોલીસે હાલમાં ત્રણ આરોપીની ધરપકડ કરીને તેની પાસેથી 75000 નો મુદામાલ કબ્જે કર્યો હતો જે આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

મૂળ બનાસકાંઠાના રહેવાસી અને હાલમાં મોરબીના ખોખરા હનુમાન રોડ ઉપર પોલો સર્કલ પાસે આવેલ પેપર મિલની ઓરડીમાં રહેતા અને મજૂરી કામ કરતાં રાહુલ વેલાભાઇ વાલડીયા નામના યુવાને ત્રણ અજાણ્યા શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લૂંટની ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, ફરિયાદી અને તેના મિત્ર રાણાભાઇ લક્ષ્મણભાઈ વાલડીયા અને સુરજ રામદયાલ જાટમ ભરતનગર પાસે આવેલ કે.કે.હોટેલથી જમીને તા. ૨૭ ના રાતે સાડા અગિયાર વાગ્યે કારખાના તરફ જતા હતા ત્યારે રસ્તામાં એક સ્કૂટરમાં ત્રણ શખ્સો તેઓની પાસે આવ્યા હતા અને ફરિયાદી તથા તેના મિત્રોને રોકીને છરી બતાવીને જે કઈ હોય તે આપી દેવા માટે ધમકી આપી હતી જેથી ફરિયાદીએ તેનો 10 હજારની કિંમતનો મોબાઈલ અને 1000 રૂપિયા રોકડા આમ 11 હજારનો મુદામાલ લૂંટ કરવા આવેલા શખ્સોએ આપી દીધેલ હતો. જો કે, ફરિયાદીના મિત્ર રાણાભાઇ અને સુરજે પોતાના મોબાઈલ ફોન છુપાવી દીધા હતા જેથી બચી ગયા હતા આ ગુનાની તપાસ દરમ્યાન મોરબી તાલુકા પોલીસની ટીમ દ્વારા આરોપી વિકાસ અનિલભાઈ લોરીયા, ભુપતભાઈ મોહનભાઈ ચૌહાણ અને તથા ચિરાગભાઈ નાનજીભાઈ ચાવડા રહે. બધા જ ઇન્દિરાનગર મોરબી વાળાની ધરપકડ કરેલ હતી અને તેની પાસેથી જુદી જુદી કંપનીના 12 મોબાઇલ ફોન જેની કિંમત 54000 રૂપિયા, 1000 રોકડા તેમજ છરી અને ગુનાના કામે વપરાયેલ સ્કૂટર નંબર જીજે 36 એક્યૂ 1165 જેની કિંમત 20,000 રૂપિયા આમ કુલ મળીને 75,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે ત્રણેય આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે આરોપી વિકાસ લોરીયા સામે મોરબી સિટી અને તાલુકા વિસ્તારમાં અગાઉ પાંચ ગુના નોંધાયેલા છે જ્યારે આરોપી ભુપતભાઈ ચૌહાણ સામે મોરબી તાલુકા અને સિટી તેમજ સુરેન્દ્રનગર અને માળિયામાં કુલ સાત ગુના નોંધાયેલા છે હાલમાં પોલીસે પકડાયેલા આરોપીઓના રિમાન્ડ લેવા માટેની તજવીજ હાથ કરી છે




Latest News