મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો 11,300 ની રોકડ સાથે પકડાયા


SHARE





મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો 11,300 ની રોકડ સાથે પકડાયા

મોરબીમાં કુબેર ટોકીઝ પાછળના ભાગમાં આવેલ ધાર વિસ્તારમાં જુગારની રેડ કરી હતી ત્યારે 5 શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 11,300 ની રોકડ સાથે તેની ધરપકડ કરેલ છે.

મોરબીમાં કુબેર ટોકીઝ પાછળના ભાગમાં આવેલ ધાર વિસ્તારમાં જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જગદીશભાઈ રમેશભાઈ પાટડીયા (26), જયપાલભાઈ મૂળજીભાઈ કુંવરિયા (28), હિતેશભાઈ રાજભાઈ મુંધવા (26), કિશનભાઇ સુરેશભાઈ પરમાર (27) અને દિનેશભાઈ ઘોઘાભાઇ વરાણીયા (45) રહે. બધા કુબેર ટોકીઝ પાછળ ધાર વિસ્તાર મોરબી વાળા મળી આવ્યા હોય પોલીસે 11,300 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ઇલેક્ટ્રીક શૉટ

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ ઉજાલા ડેરી પાસે રહેતા પીરમહમદ જેડાની આઠ વર્ષની દીકરી મોયુનીદિન ને પતંગનો દોરો કાપવા જતા સમય ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યારે બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

આગ લાગતાં નુકશાન

મોરબીના પંચાસર રોડ ઉપર રહેતા હિતેશભાઈ રમેશભાઈ નાકરાણી (46)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી કે મોરબીના ચાચાપર ગામની સીમમાં આવેલ શિવ પોલીપેક નામના કારખાનાની અંદર કોઈ કારણોસર ઇલેક્ટ્રીક પેનલમાં આગ લાગી હતી અને નુકસાન થયું હતું જેથી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

વાંકાનેરના રોયલ પાર્ક વિસ્તારમાં રહેતા મનોજભાઈ પ્રેમજીભાઈ વાઘેલા (51) નામના આધેડ મોરબીના બંધુનગર પાસેથી બાઈક લઈને જતા હતા ત્યારે બાઈક અને આઇસર વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઇજા પામેલ આધેડને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News