મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

મોરબીના ટીંબડી ગામે આંગણવાડીમાં જન્માષ્ટમી ઉજવાઇ


SHARE





મોરબીના ટીંબડી ગામે આંગણવાડીમાં જન્માષ્ટમી ઉજવાઇ

મોરબી ઘટક-૨ના ખાખરાળા સેજા હેઠળ આવતી ટીંબડી-૨ આંગણવાડી કેન્દ્ર ખાતે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે નાના ભૂલકાઓમાં સંસ્કૃતિ અને પરંપરાઓ પ્રત્યેનો ભાવ કેળવાય તેમજ તેઓ ભગવાન શ્રીકૃષ્ણના જીવન અને વ્યક્તિત્વથી પરિચિત થાય તે હેતુથી આંગણવાડી કેન્દ્રમાં આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને જન્માષ્ટમીની ઉજવણીના ભાગરૂપે આંગણવાડી કેન્દ્રને આકર્ષક રીતે શણગારવામાં આવ્યું હતું. અને નાના ભૂલકાઓ ઉત્સાહભેર રાધા-કૃષ્ણના પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને આંગણવાડી કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા. બાળકોએ રાધા અને કાનુડાના સ્વરૂપમાં સૌનું મન મોહી લીધું હતું. અને બાળકોએ ઉત્સાહપૂર્વક મટકી ફોડના કાર્યક્રમમાં ભાગ લીધો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ટીંબડી-૨ આંગણવાડી કેન્દ્રના કાર્યકર દિવ્યાબેન તથા હેલ્પર વંદનાબેને જહેમત ઉઠાવી હતી.




Latest News