મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

મોરબીના બંધુનગર ગામેથી કહ્યા વગર પરણીતા ગુમ


SHARE





મોરબીના બંધુનગર ગામેથી કહ્યા વગર પરણીતા ગુમ

મોરબી-વાંકાનેર હાઈવે ઉપર આવેલા બંધુનગર ગામે કારખાને ગયા બાદ કહ્યા વગર આશાબેન રમેશભાઈ પરમાર (26) મુળ રહે. મધ્યપ્રદેશ હાલ રહે. વેરોના સિરામીક બંધુનગર ગુમ ગયેલ હોય તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાહુલ રમેશભાઈ પરમાર (25) મુળ એમપી હાલ બંધુનગર એ જાણ કરતા પોલીસે ગુમશુધા નોંધ દાખલ કરેલ છે. જેની તપાસ સ્ટાફના એ.એચ. પરમારે આશાબેનની શોધખોળ શરૂ કરેલ છે. 

વૃધ્ધનું મોત

 ધ્રાંગધ્રા ખાતેના ભગવતીનગરમાં રહેતા મગનભાઈ નાનજીભાઈ ડોરીયા નામના 65 વર્ષના વૃધ્ધ, બાઈક લઈને ચુલી ધ્રાંગધ્રા રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે ટ્રકની હડફેટે ગંભીર ઈજાઓ થતા સારવાર માટે મોરબી લવાયા હતા. જોકે અત્રે તેઓનું મોત નિપજયું હતું.

જુદાજુદા બે બનાવમાં બે યુવાન સારવારમાં

મોરબીના શનાળા-કંડલા બાયપાસ પાસેના બીગબોસ પાસે રીક્ષા અને છોટા હાથી અથડાતા ઈજાગ્રસ્ત થયેલા ઈકબાલ અમીરખાન પઠાણ (55) રહે. વીસીપરા મોરબીને સારવારમાં ખસેડાયા હતા. જયારે મહેન્દ્રપરા કડીયા શેરીમાં રહેતા કલ્પેશ વિનોદભાઈ ડાંગર (32) નામનો યુવાન કોઈ કારણસર ફીનાઈલ પી ગયો હતો. જેથી સારવારમાં ખસેડાયો હતો.

મારામારીમાં ઈજા

રવાપર રોડ રાજ બેંક નજીક મારામારીના બનાવમાં ઈજા થતા આયુષ અમિતભાઈ વાઘેલા (16)ને સિવિલે સારવાર માટે ખસેડાયો હતો. જયારે અહીંના લાતીપ્લોટ ચામુંડા ચા નજીક રહેતા હિન્દુભાઈ બાબુભાઈ સિંધવ (35)ને મારામારીમાં ઈજા થતા સારવારમાં ખસેડાયો હતો. લીલાપર રોડે રહેતા ભરત વિજયભાઈ સોલંકી (24)ને ઘરે મારામારીમાં ઈજા થતા સિવિલે ખસેડાયો હતો.

યુવાન સારવારમાં

 માળીયા (મીં)ની મામલતદાર કચેરી પાસેની દરગાહ પાસે મારામારીના બનાવમાં ઈજા થતા તૈયબભાઈ ગુલામભાઈ માણેક (39) રહે. અમૃતપુર શિકારપુર ભચાઉ (કચ્છ)ને સારવારમાં સિવિલે ખસેડાયો હતો. જયારે હળવદના અમરાપર ગામના હિરાબેન નરશીભાઈ સોનગ્રા (ઉ.65) નામના વૃધગધાને અત્રે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. હળવદથી સરા જતા રસ્તે છકડો પલ્ટી મારી જતા ઈજા પામેલ રોહન પ્રભાતભાઈ બારૈયા (19) રહે. હળવદને સારવારમાં મોરબી લવાયો હતો.

મહિલા સારવારમાં

 હળવદ રહેતા ગાયત્રીબેન સવજીભાઈ ચણસીયા (30) કોઈ કારણોસર ફીનાઈલ પી લેતા સારવારમાં મોરબી સિવિલે ખસેડાયા હતા. જયારે શનાળાથી ઘુનડા જતા રસ્તે મારામારીના બનાવમાં ઈજા થતા ગજુભાઈ જલનભાઈ દેવડા (24) રહે. કાલીકા પ્લોટને સારવારમાં ખસેડાયો હતો. જયારે વીસીપરામાં રહેતા શરીફાબેન રાયમલભાઈ ભટ્ટી (50)ને ઘર પાસેની દુકાન નજીક બહેનના દિકરા સદામે ધકકો મારતા પડી જતા ઈજા પામેલ હોય સારવાર માટે સિવિલે લઈ જવાયા હતા.

મારામારીમાં ઈજા

મોરબીના સામાકાંઠે ઈન્દીરાનગરમાં રહેતા ભુપતભાઈ મોહનભાઈ ખવાસ (35)ને ઘર નજીક મારામારીમાં ઈજા થતા સારવારમાં લઈ જવાયા હતા. જેતપુર રોડ પાવડીયારી પાસે રહેતા દિવાકર ગીરવાલ સિંગ (27)ને પાવડીયારી પાસેના લેક સિરામીક પાસે ભાઈ સાથે ઝઘડો થતા સામેવાળાએ બટકુ ભરતા દિવાકરને સારવારમાં ખસેડાયો હતો.




Latest News