વધુ એક શિકાર: ટંકારામાં રહેતા કારખાનેદાર સાથે શેરબજારના નામે 84.80 લાખની ઠગાઈ મોરબીમાં કોંગ્રેસની ખેડૂત આક્રોશ મહાસભા પૂર્વ 22 ગામના ખેડૂતો સાથે કાર્યક્રમ યોજાયો ટંકારા પાસે છ સવારી બાઇકને કારે ઉડાવતા બાળકનું મોત યુપીના જૉનપુરથી ૧૨ જ્યોતિર્લિંગો અને ચારધામની પદયાત્રાએ નીકળેલ યુવતી મોરબી જીલ્લામાં પહોચી મોરબીના લક્ષ્મીનગર ગામેથી કોલેજીયન યુવતી ગુમ : ફરિયાદ મોરબીમાં વિહિપ દ્વારા જુદીજુદી ગરબીઓની 200 જેટલી કન્યાઓનું પૂજન કરીને લ્હાણી અપાઈ માળીયા (મી): દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા બાળાઓને લ્હાણીનું વિતરણ મોરબી જિલ્લાના 2 તાલુકામાં પ્રોમોલગેશનમાં રહી ગયેલ ક્ષતિઓને સુધારવા માટે યોજાશે ખાસ કેમ્પ
Breaking news
Morbi Today

મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાં જુગારની બે રેડ 10 શખ્સ 1.24 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા: એકની શોધખોળ


SHARE







મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાં જુગારની બે રેડ 10 શખ્સ 1.24 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા: એકની શોધખોળ

મોરબીના વનાળીયા ગામની સીમમાં વાડી પાસે વોકળામાં તથા શહેરના બાયપાસ રોડ ઉપર આવેલા લાયન્સનગર વિસ્તારમાં જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને 10 શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 1,24,800 ના મુદ્દામાલ સાથે તેની ધરપકડ કરી હતી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારના ગુના નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

મોરબીના વનાળીયા ગામની સીમમાં ખેવારીયા તરફ જવાના રસ્તા ઉપર ઈસ્માઈલભાઈ સુમરાની વાડીના વોકળા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી તેના આધારે એલસીબીની ટીમે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ઈસ્માઈલભાઈ હસનભાઈ સુમરા (55) રહે. વનાળીયા, યુનુસભાઇ હાજીભાઈ સુમરા (40) રહે. વનાળીયા, જુસબભાઈ સુલેમાનભાઈ સુમરા (52) રહે. માધાપર શેરી નં. 22 મોરબી, ચંદુભાઈ બચુભાઈ અગેચાણીયા (52) રહે. વીસીપરા પ્રજાપતિ નડિયાદના કારખાના પાછળ મોરબી, માધવજીભાઈ ગોરધનભાઈ પાંચોટીયા (73) રહે. રવાપર રોડ નરસંગ ટેકરી પાસે અંજની એપાર્ટમેન્ટ મોરબી, હિતેશભાઈ હર્ષદભાઈ મહેતા (62) રહે. જુના સેવાસદન પાછળ રીલીફનગર મોરબી વાળાની પ્લાસ્ટિકના 70 કોયન, 80,200 રૂપિયા રોકડ, 20,500 ની કિંમતના પાંચ મોબાઈલ ફોન આમ કુલ મળીને 1,00,700 ના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવેલ છે અને આ ગુનામાં ઇશાભાઈ મુસાભાઇ સુમરા રહે. વનાળીયા વાળાને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે મોરબીના શનાળા બાયપાસ રોડ ઉપર આવેલ લાયન્સનગરમાં જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી સુરેશભાઈ સવજીભાઈ દેલવાડીયા (50), શંકરભાઈ રમેશભાઈ કડેવાર (35), શનિભાઈ રમુભાઈ વિકાણી (19) અને અનિલભાઈ ધીરુભાઈ ભોજવીયા (36) રહે. બધા લાયન્સનગર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 24,100 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે




Latest News