મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

શ્રાવણ માસમાં મોરબી જીલ્લામાં આવેલ જડેશ્વર મહાદેવ મંદિરે દેશભરના ભક્તો લે છે શિવજીના દર્શન, પૂજન અને પ્રસાદનો લાભ


SHARE





શ્રાવણ માસમાં મોરબી જીલ્લામાં આવેલ જડેશ્વર મહાદેવ મંદિરે દેશભરના ભક્તો લે છે શિવજીના દર્શન, પૂજન અને પ્રસાદનો લાભ

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવતા રતન ટેકરી ઉપર જડેશ્વર મહાદેવ બિરાજમાન છે અને ત્યાં શ્રાવણ માસ દરમિયાન ન માત્ર ગુજરાત પરંતુ દેશના જુદા જુદા રાજ્યમાંથી પણ લોકો શિવજીના દર્શન, પૂજન અને પ્રસાદનો લાભ લેવા માટે થઈને આવતા હોય છે ત્યારે આ મંદિરે દર્શન પૂજન માટે આવતા ભક્તો માટે રહેવા જમવા માટેની વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે

જડેશ્વર મહાદેવ મહાદેવ મંદિરના લઘુમહંત જિતેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યુ હતું કે, સામાન્ય દિવસોમાં સવારે 6:00 વાગ્યેથી મંદિરને દર્શન માટે ખોલવામાં આવે છે અને રાત્રે 9:૦૦ વાગ્યે દર્શન બંધ થતા હોય છે જોકે શ્રાવણ માસ દરમિયાન શિવભક્તોને દર્શન માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે અને તેમાં સવારે 4:00 વાગ્યાથી દર્શન માટે મંદિર ખુલ્લે છે અને રાત્રે 10:30 વાગ્યા સુધી લોકો દર્શનનો લાભ લઈ શકતા હોય છે આ ઉપરાંત સવારે 4:15 વાગ્યે મંગળા આરતી, બપોરે 12:00 વાગ્યે મધ્યાન આરતી અને સાંજે 7: 45 વાગ્યે સંધ્યા આરતી કરવામાં આવતી હોય છે

મોરબીમાં ચોમાસા દરમિયાન રતન ટેકરીની આસપાસનો વિસ્તાર હરીયાળો થઈ જતો હોવાના કારણે ત્યાં શ્રાવણ માસ દરમિયાન ખાસ કરીને રજાના દિવસોમાં લોકોની મોટા પ્રમાણમાં ભીડ જોવા મળતી હોય છે અહીં આવતા દર્શનાર્થીઓમાંથી સિનિયર સિટીઝનો તથા દિવ્યાંગો માટે વ્હીલચેરની વ્યવસ્થા રાખવામાં આવી છે તેમજ પાર્કિંગ માટે મંદિરની આસપાસના તથા ઉપરના ભાગે બાઇક, કાર, બાઈક, બસ વિગેરે જેવા વાહનો પાર્ક કરી શકાય તે માટેની મોટા પ્રમાણમાં વ્યવસ્થા હોવાથી ત્યાં દર્શન કરવા માટે થઈને આવતા દર્શનાર્થીઓને કોઈ પણ પ્રકારની હાલાકીનો સામનો કરવો પડતો નથી અને મંદિર પાસે ઉપરના ભાગમાં અથવા તો નીચેના ભાગમાં વાહનને પાર્ક કરવામાં આવે તો વધુમાં વધુ 500 ફૂટ થી લઈને અડધા કિલોમીટર જેવું લોકોને ચાલીને મંદિર સુધી જવું પડે તેમ છે

સામાન્ય રીતે મોટા મંદિરોમાં મોબાઇલ લઈ જવાની પ્રતિબંધ હોય છે પરંતુ આ મંદિરમાં મોબાઈલ લઈ જવાની કોઈપણ પ્રકારની પ્રતિબંધ રાખવામાં આવ્યો નથી જોકે મહાદેવના શિવલિંગ પાસે જઈને પૂજન-અર્ચન કરવું હોય તો પુરુષોએ ફરજિયાત ધોતીયુ અને મહિલાઓ ફરજિયાત સાડી પહેરવી પડે છે આ મંદિર ખાતે ટ્રસ્ટ દ્વારા ઉતારાના 80 રૂમો બનાવવામાં આવ્યા છે જે ત્યાં આવતા દર્શનાર્થીઓને રહેવા માટે થઈને ફ્રીમાં આપવામાં આવે છે તેમજ જો કોઈ બહારથી આવતા દર્શનાર્થીઓને ત્યાં રહેવું હોય તો અગાઉથી તેઓ સંસ્થાના મોબાઈલ નંબર 9510457878 ઉપર ફોન કરીને રૂમ બુક કરાવી શકે છે

અહીંયા શ્રાવણ માસ દરમિયાન દરરોજ બપોરે 12:30 વાગ્યે બ્રહ્મ ભોજન સ્વરૂપ કરવામાં આવે છે 12:00 વાગ્યાથી શિવભક્તો માટે ભોજન પ્રસાદની શરૂ કરવામાં આવે છે આવી જ રીતે સાંજના સમયે પણ ફરાળની વ્યવસ્થા હોય છે તથા દર્શન કરવા માટે આવેલા લોકો માટે ૭:૩૦ વાગ્યાથી ભોજન પ્રસાદ શરૂ કરવામાં આવે છે. જેનો હજારોની સંખ્યામાં શ્રાવણ માસ દરમિયાન શિવભક્તો દ્વારા લાભ લેવામાં આવતો હોય છે આ મંદિરની આસપાસમાં આવેલા અન્ય ધાર્મિક સ્થળોની વાત કરીએ તો જડેશ્વર મંદિરની નજીકમાં જ નાના જડેશ્વર, ભંગેશ્વર મહાદેવ, માતંગી મોઢેશ્વરી માતાજી મંદિર, ઉમિયાધામ મંદિર આવેલ છે તેમજ જડેશ્વરથી રાજકોટ તરફ જવાના રસ્તા ઉપર ભીમનાથ મહાદેવ મંદિર તથા જડેશ્વરથી વાંકાનેર તરફ જઈએ તો માટેલ ખોડીયાર માતાજીનું મંદિર વિગેરે જેવા ધાર્મિક સ્થળો પણ આવેલા છે




Latest News