હળવદમાં વાડીએ પાળો બનાવવા મુદે શેડા પાડોશી ખેડૂતના પરિવાર વચ્ચે મારામારી: હવે સામસામે ફરિયાદ
ચોટીલાના ચિરોડાથી મોરબી આવતો 1.20 લાખનો દારૂ વાંકાનેર પાસે ઝડપાયો: 6.25 લાખના મુદામાલ સાથે 1 ની ધરપકડ, મહિલા સહિત 2 ની શોધખોળ
SHARE
ચોટીલાના ચિરોડાથી મોરબી આવતો 1.20 લાખનો દારૂ વાંકાનેર પાસે ઝડપાયો: 6.25 લાખના મુદામાલ સાથે 1 ની ધરપકડ, મહિલા સહિત 2 ની શોધખોળ
વાંકાનેરમાં જીનપરા જકાતનાકા પાસેથી પસાર થતી બલેનો ગાડીને સ્થાનિક પોલીસ દ્વારા રોકીને ચેક કરવામાં આવી હતી ત્યારે તેમાંથી 600 લીટર દારૂનો જથ્થો મળી આવતા 1,20,000 ની કિંમતનો દારૂ તથા મોબાઈલ અને ગાડી મળીને 6,25,000 ના મુદ્દામાલ સાથે પોલીસે એક આરોપીની ધરપકડ કરેલ છે અને માલ આપનાર અને મંગાવનારના નામ સામે આવેલ હોય મહિલા સહિત કુલ મળીને ત્રણ વ્યક્તિઓ સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને બાકીના બે આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે
વાંકાનેર સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે નેશનલ હાઈવે રોડ ઉપર જીનપરા જકાતનાકા પાસેથી પસાર થતી બલેનો ગાડી નંબર જીજે 36 એપી 9251 ને પોલીસ દ્વારા રોકવામાં આવી હતી અને ગાડીને ચેક કરવામાં આવી હતી ત્યારે તેમાંથી 600 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે 1,20,000 ની કિંમતનો દારૂનો જથ્થો તથા કાર અને મોબાઇલ ફોન વગેરે મળીને 6,25,000 ના મુદ્દામાલને કબજે કરવામાં આવ્યો છે અને હાલમાં આરોપી હિમાંશુ જશવંતભાઈ સોલંકી (20) રહે. સોઓરડી ચામુંડાનગર મોરબી વાળાની ધરપકડ કરવામાં આવેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીની ગાડીમાંથી મળી આવેલ દારૂનો જથ્થો કિશન કોળી રહે. ચીરોડા તાલુકો ચોટીલા વાળાએ ગાડીમાં ભરી આપ્યો હતો અને મોરબીમાં આવેલ માળિયા વનાળીયા સોસાયટીમાં મુસ્કાનબેનને આપવા માટે જતો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિઓની સામે ગુનો નોંધાયો છે અને બાકીના બે આરોપીઓને પકડવા માટે ચાલી રહી છે