મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

મોરબી કલેક્ટર કચેરીમાં સાંસદ વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાઈ દિશા કમિટીની બેઠક


SHARE





મોરબી કલેક્ટર કચેરીમાં સાંસદ વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાઈ દિશા કમિટીની બેઠક

ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી (દિશા)ની બેઠક મોરબી કલેક્ટર કચેરી ખાતે સાંસદ વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.

આ બેઠકની શરૂઆતમાં અગાઉ યોજાયેલી દિશા કમિટીની બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી હતી. ત્યારબાદ જૂન-૨૦૨૬ના અંત સુધીમાં વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલી ભૌતિક તથા નાણાકીય કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં સાંસદ વિનોદભાઈ ચાવડાએ કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ વિકાસલક્ષી અને જનકલ્યાણકારી યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમણે યોજનાઓના અમલીકરણમાં ઝડપ લાવવા, પાત્ર લાભાર્થીઓને સમયસર યોજનાકીય લાભ મળી રહે તથા વિકાસકામો ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ થાય તે અંગે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું.  વિવિધ વિભાગોના અધિકારીઓ દ્વારા તેમના વિભાગ હેઠળ અમલમાં રહેલી વિવિધ યોજનાઓની કામગીરી, ભૌતિક સિદ્ધિ, નાણાકીય પ્રગતિ તથા થયેલી કામગીરીની વિગતો પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી રજૂ કરવામાં આવી હતી. આ દરમિયાન યોજનાઓના અમલીકરણ અંગે જરૂરી ચર્ચા-વિચારણા પણ કરવામાં આવી હતી. બેઠકનું સંચાલન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નવલદાન ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સાંસદ કેશરીદેવસિંહ ઝાલા, મોરબી મહાપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણી, તાલુકા પંચાયત તથા નગરપાલિકાના પ્રમુખઓ, કલેક્ટર સ્વપ્નિલ ખરે, કમિશનર સંગીતા રૈયાણી, ડીડીઓ વિદ્યાસાગર, એસપી મુકેશ પટેલ, નાયબ વન સંરક્ષક ડૉ. સુનિલકુમાર બેરવાલ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા




Latest News